Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > જય શ્રીરામથી ‘રામ બોલો ભાઈ રામ’ સુધીની સફર રાજકીય અંધભક્તિનું દુઃષપરિણામ

જય શ્રીરામથી ‘રામ બોલો ભાઈ રામ’ સુધીની સફર રાજકીય અંધભક્તિનું દુઃષપરિણામ

0
263
  • અંતિમ વિધિ માટે લાઇનઃ દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં મડદા બળાશે નહી!
  • મંદીર-મસ્જીદ પર મત આપવાના બદલામાં આજે વિના સારવાર મળી રહ્યુ છે મોત
  • એક રાજકીય પક્ષના ખુંટે ધર્મની સાંકળે બંધાયેલી માનસિકતાની સજા ભોગવી રહ્યા છે તમામ ગુજરાતીઓ

રાજેશ ઠાકર,અમદાવાદઃ જો ગુજરાત રાજ્યના સરકારી આંકડાને આંખોમીંચીને સાચા માનીએ તો કોરોનાના દૈનિક ચાર હજાર કેસમાં તો સરકારના હાથપગ ફુલી (Gujarat Corona system helpless) ગયા છે . આરોગ્યતંત્ર ઘુંટણીયે પડી ગયાની સ્થિતિ આખાય ગુજરાતમાં પ્રવ્રતે છે .

જીવ બચાવવા રેમડેસ્વીર ઈન્જેકશન મેળવવા રઝળપાટ

હોસ્પિટલમાં ખાટલા, ઓક્સીજન, ઈન્જેક્ષન, વેન્ટીલેટર, મેડીકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ તો ઠીક હવે શબ વાહીનીઓ પણ ખુટી પડી છે . લોકો પોતાના પરિવારજનોના જીવ બચાવવા રેમડેસ્વીર ઈન્જેકશન મેળવવા રઝળપાટ કરી રહ્યા છે. સ્વજનોના જીવ બચાવી લેવાની હડીયાપટી પછીય જીંદગી બચે તો ઠીક નહીતર સ્મશાનમાં અંતિમવિધી માટે રઝળપાટ કરવાની કરૂણ પરિસ્થિતિ છે

આ પણ વાંચોઃ લોકડાઉનનો ભય: અમદાવાદ અને સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયોઓની ફરી હિજરત શરૂ

એક જ પક્ષના પચીસ વરસથી વધુના એકધારા એકચક્રી શાસન બાદ પણ આ સ્થિતિ કેમ? આ હાલત માટે જવાબદાર કોણ ? આ પ્રશ્નનો જવાબ શોધવા જઈએ તો શાસકો જેટલો જ દોષિત પ્રજાનો એ મોટો વર્ગ પણ છે જેમણે ક્યારેય અસલ મુદ્દાઓ પર મત જ નથી આપ્યા. શિક્ષણ અને આરોગ્ય જેવી બે મુળભુત જરૂરિયાત ક્યારેય ચુંટણીમાં મુદ્દા જ નથી બની, જેથી આ બન્ને ક્ષેત્ર વેપારનું માધ્યમ બની ગયા.

ગુજરાતને હીંદુત્વની લેબોરેટરી તરીકે ઓળખાય છે

રાજકીય જગતમાં ગુજરાતને હીંદુત્વની લેબોરેટરી તરીકે ઓળખાય છે જે સ્વયંસિધ્ધ સત્ય છે કે લોકોએ કયા રસ્તે જવાનુ ઉચિત માન્યુ જેનુ અનુચિત પરિણામ આજે ભોગવી રહ્યા છે. કામ ના બદલે રામ અને હાથમાં ડીગ્રીના બદલે ત્રિશુળ પકડાવી દેવાની રાજરમતના પ્યાદા બનવાનુ આંધળાપણુ આજની લાચારી અને વિવશતાનુ કારણ છે.

જયશ્રી રામના નારા થી શરૂ થયેલી અંધભક્તિની રાજકીય સફર રામ બોલો ભાઈ રામ ના મરશીયા રૂદન સુધી પંહોચી એ પાપ માં ભાજપ સરકાર જેટલી જ ભાગીદારી માત્ર ને માત્ર ધર્મના આધારે આંધળુ સમર્થન કરનાર લોકોની પણ છે . Gujarat Corona system helpless

અમદાવાદ કર્ણાવતી તો ના થયુ કોરોનાવતી ચોક્કસ થઈ ગયુ

અમદાવાદને કર્ણાવતી નામ આપી મુગલો ના શહેરની છાપ ભુંસવાની ભુરકી નાખી શરૂ થયેલો પ્રયોગ ધીરે ધીરે રાજકીય વશીકરણના સ્તરે પહોંચ્યો. પરિણામે ત્રીસ વરસે અમદાવાદ કર્ણાવતી તો ના થયુ કોરોનાવતી ચોક્કસ થઈ ગયુ છે .આરોગ્ય, શિક્ષણ, પાણી,ગટર,સફાઈ, સારા રોડ રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતો અને નજરઅંદાજ કરી મંદીર-મસ્જીદ પર મત આપવાના બદલામાં આજે વિના સારવાર મોત મળી રહ્યુ છે.

આ પણ વાંચોઃ AMCની વ્યવસ્થાની પોલ ખોલતો કિસ્સો: કોરોના શંકાસ્પદ દર્દી હોસ્પિટલમાં દાખલ થતા 11 કલાક લાગ્યા

એના જવાબદાર ધર્મના નામે મત પડાવી જનાર અને મત આપનાર બેઉ છે ગણપતિને દૂધ પીવડાવવાની અફવા દ્વારા મગજની નસબંધી થયેલા લોકોનો એક રાષ્ટ્રીય અઘોષિત સર્વે કરાયો જેનાથી ઉત્સાહીત ભાજપે એને પ્રમુખ હથિયાર બનાવ્યુ .ધર્માંધતા હેઠળ નાગરિક ફરજો ભુલી ગયેલાઓની એક ભીડ તૈયાર કરવામા સફળ થયેલા શાસકો સમજી ગયા કે આ ટોળાને કયા દંડાથી કઈ દીશામાં મનમરજીથી દોરી શકાય અને તેઓ લાગલગાટ એમને દોરતા રહ્યા. ક્યારેક ગાય ક્યારેક ગંગા ને ગોધરા તો ક્યારેક લવજેહાદ ની લાકડીએ આ ભીડના મસીહા બની ભાજપ મુળ શાસકીય જવાબદારીથી છટકતુ રહ્યો.

ગણપતિ પાછળ દૂધની ટોયલી લઈ દોડનારા આવા મતાંધ લોકોના સમર્થનથી બનેલી સરકારની નિષ્ફળતાના કારણે આજે આપણા ગુજરાતીઓ તેમના સ્વજનોની દોણી પકડી અગ્નિદાહની કતારમાં ઉભા છે

“જીસ હીન્દુ કા ખુન ના ખૌલે ખુન નહી વો પાની હૈ” Gujarat Corona system helpless

“જીસ હીન્દુ કા ખુન ના ખૌલે ખુન નહી વો પાની હૈ” ના ઉશ્કેરાટમાં ઢસડાતી ભીડ આજે સ્મશાનમાં ઠંડી પડેલી લાશોના ઢગલા માટે એટલી જ અપરાધી છે જેટલા આ ઘેટાઓને ચારી જતા શાસકો. દુઃખ એ વાતનુ છે કે કોઈ એક રાજકીય પક્ષના ખુંટે ધર્મની સાંકળે બંધાયેલી માનસિકતા ની સજા તમામ ગુજરાતીઓ ભોગવી રહ્યા છે. બંધ મંદીરો ‘દુઆ’ (પ્રાર્થના) માટે અને ઉભરાતી હોસ્પીટલ ‘દવા’ માટે કામ આવે તેમ નથી .

હવે શું ? હોસ્પિટલમા બેડ ના મળે તો રિવરફ્રન્ટ પર તો ખાટલા નખાશે નહી ! દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં મડદા બળાશે નહી ! વિશ્વની સૌથી ઉંચી સરદાર ની પ્રતિમાને વળગી એમના જેવુ લોખંડી મનોબળ યાચવાનુ ,જય શ્રી રામ કરવાનુ , નસીબ હોય તો સાબુત નહીતો રામ બોલો ભાઈ રામ….!

આ પણ વાંચોઃ સુરતમાં 15 વર્ષથી બંધ સ્મશાનગૃહને ફરી ખોલવામાં આવ્યુ, કોરોનાથી મૃત્યુઆંક વધતા નિર્ણય

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat