Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં કોરોનાની સાથે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ થયો વધારો

અમદાવાદમાં કોરોનાની સાથે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ થયો વધારો

0
35

નવા 11 ઝોન ઉમેરાતા માઇક્રો કન્ટેમેન્ટ વિસ્તારની સંખ્યા 111 થઇ

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે માઇક્રો કન્ટેનમેન્ટ (Ahmedabad containment)ઝોનમાં પણ વધારો થઇ ગયો. શનિવારે 5 ઝોન આ યાદીમાંથી બહાર કઢાયા હતા. જ્યારે 11 નવા ઝોનને માઇક્રો કન્ટેનમેન્ટમાં સમાવેશ કરાતા આવા વિસ્તારોની સંખ્યા વધીને 111 થઇ ગઇ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કોરોના સંક્રમણ અટકાવવા લેવાતા શ્રેણીબદ્ધ પગલાંની દરરોજ સમીક્ષા બેઠક મળે છે. શનિવારે પણ રાબેતા મુજબ રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાના વડપણ હેઠળ બેઠક મળી હતી.

જેમાં 5 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ (Ahmedabad containment)ઝોનમાંથી બહાર કરવાનો અને નવા 11 એરિયાનો ઉમેરો કરવાનો નિર્ણય લેવાયો હતો.

બહાર કઢાયેલા માઇક્રો કન્ટેનમેન્ટ (Ahmedabad containment)વિસ્તારોમાં પૂર્વના બે, ઉત્તર-પશ્ચિમના બે અને દક્ષિણના એક વિસ્તારનો સમાવેશ થાય છે.

જ્યારે નવા ઉમેરાયેલા 11 એરિયામાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના 3-3, દક્ષિણના 2, ઉત્તર, દક્ષિણ-પશ્ચિમ અને પૂર્વના એક વિસ્તારોનો સમાવેશ થાય છે.

આ વિસ્તારો મણીનગર, ન્યુ મણીનગર, ઘોડાસર, નરોડા, જોધપુર, રાણીપ, બોડકદેવ અને ચાંદલોડિયાના છે.

Ahmedabad containment

Ahmedabad containment1

Ahmedabad containment21

Ahmedabad containment22

 

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ Ahmedabad containment news

ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથું ઉચક્યું છે. દિવાળી પહેલા કોરોના કાબૂમાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતુ પરંતુ દિવાળીની ખરીદી દરમિયાન કોવિડ માર્ગદર્શિકાનો ઉલ્લંઘન કરતા સરકાર અને કોરોના વોરિયરની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

શનિવારે જાહેર થયેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1515 નવા કોરોના કેસ નોંધાય છે, જ્યારે આ દરમિયાન 9 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ આંકડો 1,97 લાખથી વધુ થઇ ગયો છે. જ્યારે મૃત્યુઆંક 3839 એ પહોંચ્યો છે. Ahmedabad containment news

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 354 કેસ નોંધાયા હતા. કુલ મોતનો આંકડો 1955 થઇ ગયો છે.