Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોનાની વાસ્તવિક સ્થિતિ ચકાસવા રેપીડ નહીં RT PCR ટેસ્ટ વધારો: ગૃહ સચિવ અજય ભલ્લા

કોરોનાની વાસ્તવિક સ્થિતિ ચકાસવા રેપીડ નહીં RT PCR ટેસ્ટ વધારો: ગૃહ સચિવ અજય ભલ્લા

0
59

રાજયમાં કોરોના વાયરસના કેસો દિવસે દિવસે વધતા જોવા મળી રહ્યા છે. દરરોજના 2 હજારથી વધારે કેસ સામે આવતા તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના ટેસ્ટ કરાવવા માટે ડોમમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. જો કે, સરકાર દ્વારા કરવામાં આવતા રેપીડ ટેસ્ટમાં ઘણી એવી બેદરકારી પણ જોવા મળી હતી. આથી, ભારત સરકારના ગૃહ સચિવ અજય ભલ્લાએ ગુજરાત સરકારને પત્ર લખીને ઓછામાં ઓછા 70 ટકા RT PCR ટેસ્ટ કરવા સુચના આપી છે.

ગૃહ વિભાગની સૂચના બાદ આરોગ્ય વિભાગમાં તપાસ કરતા અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ જેવા મહાનગરો, નાના શહેરો તેમજ આંતરાજ્ય ચેકપોસ્ટ ઉપર તંબુઓ લગાવીને થતા થતા એન્ટીજન ટેસ્ટનો પૂરેપૂરો ડેટા ભારત સરકારના પોર્ટલમાં પણ અપલોડ ન થતો હોવાનું જાણવા મળ્યું હતું.નાગરીકો માટે વેબસાઈટ ઉપર ઉપલબ્ધ આરોગ્ય વિભાગના ગુજરાત કોવિડ-19 પોર્ટલ ઉપર જે ટેસ્ટના આંકડા આપવામાં આવે છે. તેમાં નાગરિકોના થતા ટેસ્ટના ખર્ચમાં RT PCR અને એન્ટીજન ટેસ્ટનું પ્રમાણ કેટલુ છે તેનો કોઈ વિગતો મુકવામાં આવી નથી.

કોરોનાના ટેસ્ટિંગની કામગીરી અંગે આરોગ્ય વિભાગના ટોચના અધિકારીએ કહ્યુ કે, ગત વર્ષે એઈમ્સના ડાયરેક્ટર અમદાવાદ આવ્યા ત્યારે પણ તેમણે લક્ષણો છતાં અને એન્ટીજન ટેસ્ટ નેગેટિવ હોય ત્યારે ફરજિયાત RT PCR ટેસ્ટ કરવાની સૂચના આપી હતી. તેથી ચેપગ્રસ્તનો રિપોર્ટ જાણીને સારવારમાં કોઈ તકલીફ પડતી નથી. બાકી જ્યાં સુધી બે પ્રકારના ટેસ્ટના ડેટાની વાત છે તે મ્યુ. કોર્પોરેશન, પાલિકા-પંચાયત અને જિલ્લા તંત્ર સીધા જ પોર્ટલમાં અપલોડ કરે છે.

અમદાવાદ અને સુરતમાં સ્થિતિ ગંભીર

અમદાવાદ અને સુરતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. જો કે, કોરોના કેસ વધતા લોકોએ સરકારને આડે હાથ લીધી છે. ગત રોજ સુરતમાં જાહેર રસ્તાઓ પર બોર્ડ પણ મારવામાં આવ્યા હતા જેમાં લોકો ચૂંટણી ટાળે કરવામાં આવેલા પ્રચારને લઈ કોરોનાની સ્થિતિ ગંભીર જોવા મળી હતી. સુરતના રાંદેર વિસ્તારમાં કોરોનાને લઈને પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે, કોરોના કેસમાં વધારો કરવામાં નંબર 1 બનેગા સુરત. સાથે જ પોસ્ટર પર લખાયું છે કે, ચૂંટણીઓમાં જાહેર સભાઓ અને રેલીઓ કરવા બદલ આભાર. ‘ધનિકોને માફી અને પ્રજાને દંડ, આ છે ગુજરાત મોડલ…’ આમ, પોસ્ટર પર આક્રોશભર્યા શબ્દો લખવામાં આવ્યા છે.

ત્યારે બીજી બાજુ અમદાવાદમાં પણ કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. જેથી તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી રહી છે અને કોરોના ટેસ્ટિંગમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat