Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના કેસોમાં હવે “લાખેણી કલબ”માં સામેલ થઇ ગયું ગુજરાત

કોરોના કેસોમાં હવે “લાખેણી કલબ”માં સામેલ થઇ ગયું ગુજરાત

0
147
  • વધુ 1325 કેસ સાથે રાજ્યમાં કોરોનાનો આંકડો 1,00,375 થયો

ગાંધીનગરઃ દેશભરમાં કોરોનાએ વિકરાળ સિવરુપ લઇ લીધું છે. ત્યારે ગુજરાત પણ હવે કોરોના કેસોના મામલે એક લાખની કલબમાં જોડાઇ ગયું. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 1325 કેસ સામે આવતા રાજયમાં કોરોના વાયરસના કેસની સંખ્યા એક લાખને પાર કરી ગઇ.

દેશ સહિત ગુજરાતમાં દિવસે દિવસે કોરોના મહામારીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસને લઈ સરકાર તમામ લોકોને સાવચેતી રાખવા અને ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટેની સૂચના પણ આપી રહી છે. તંત્ર પણ હરકતમાં જોવા મળી રહ્યું છે.

જો કે, રાજયમાં છેલ્લા 24 કલાકમાં 1126 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે અને 16 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી 81, 180 દર્દીઓ સાજા થયા છે અને રાજ્યનો સાજા થવાનો દર 80.88 ટકા થયો છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 100375 છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયેલ કેસની વિગત

જિલ્લા પોઝિટિવ કેસ
અમદાવાદ 166
સુરત 272
વડોદરા 123
ગાંધીનગર 39
ભાવનગર 58
બનાસકાંઠા 30
આણંદ 15
રાજકોટ 135
અરવલ્લી 12
મહેસાણા 23
પંચમહાલ 32
બોટાદ 6
મહીસાગર 9
ખેડા 10
પાટણ 26
જામનગર 115
ભરૂચ 26
સાબરકાંઠા 9
ગીર સોમનાથ 14
દાહોદ 18
છોટા ઉદેપુર 7
કચ્છ 14
નર્મદા 9
દેવભૂમિ દ્વારકા 12
વલસાડ 10
નવસારી 9
જૂનાગઢ 27
પોરબંદર 1
સુરેન્દ્રનગર 22
મોરબી 24
તાપી 16
ડાંગ 7
અમરેલી 29