Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં બે દિવસ બાદ કોરોનાના દૈનિક નવા કેસ ફરી 13000 કરતા વધી ગયા

ગુજરાતમાં બે દિવસ બાદ કોરોનાના દૈનિક નવા કેસ ફરી 13000 કરતા વધી ગયા

0
39

12 હજારથી વધુ સાજા થયા, 24 કલાકમાં 131નાં મહામારીનો ભોગ બન્યા

અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસ બાદ કોરોનાના 24 કલાકમાં નવા કેસ 13000થી વધી (Gujarat Corona grew again )ગયા. આ સમયમાં 12000થી વધુ સોજા થયા અને 131 લોકોનાં મોત નીપજ્યાં હાલમાં 1.48 લાખથી વધુ એકેટિવ કેસ છે. તેમાંથી 778 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે રસીકરણ પણ ઝડપથી થઇ રહ્યું છે. પ્રથમ ડોઝ લેનારા 1.27 લાખથી વધુ થયા છે.

સમગ્ર એપ્રિલ મહિનામાં ટોચ પર રહેલા કોરોનાએ મેની શરુઆતમાં રાજ્યમાં થોડી રાહત આપી હતી અને 2-3 મેના રોજ નવા કેસનો આકંડો 13000થી નીચે આવ્યો હતો. પરંતુ ગઇ કાલે 4 મેએ ફરી તેમાં વધારો નોંધાયો.

આ પણ વાંચોઃ ‘મારૂ ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાન થકી ગુજરાતને કોરાનામુકત કરવું છે -CM રૂપાણી

24 કલાકમાં 13,05 નવા કેસ નોંધાયા

સરકારી આંકડા પ્રમાણે મંગળવારે 24 કલામાં 13,050 નવે કેસ આવ્યા. તેની સામે 12,121 દર્દી સાજા થયા. જો કે છેલ્લા 5 દિવસથી રિકવરી રેટ વધતા સારા સંકેત છે. જે 10 હજારથી વધુ થતાં 74,85 ટકા થયો છે.

રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનાથી નવા દર્દીની સંખ્યા વધુ (Gujarat Corona grew again )અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 20 હજાર 472ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 7,779 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 4 લાખ 64 હજાર 396 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,48,297 એક્ટિવ કેસ છે, જેમાંથી 778 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,47,519 દર્દીની હાલત સ્થિર છે.

કુલ 1.20 કરોડથી વધુને રસી આપવામાં આવી

મંગળવારે રાજ્યમાં 1, 29,829ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 1.20 કરોડથી વધુ લોકોને પ્રથમ ડોઝ અને 26 લાખ 82 હજાર 591 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1.27 કરડનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. રાજ્યમાં 18થી 44 વર્ષના 52 હજાર 528ને પ્રથમ ડોઝ અપાયુ હતું. તેમજ 60થી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 22, 794 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 45,281 વ્યક્તિઓને બીજુ ડોઝ આપવામાં આવ્યું. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. Gujarat Corona grew again 

આ પણ વાંચોઃ ગુજરાતના 66 ધારાસભ્યોએ કોરોનામાં લોકોને મદદરુપ થવા હાઇકોર્ટમાં માંગી દાદ

છેલ્લા 12 દિવસમાં રાજ્યમાં કોરોનાના ગ્રાફ

                તારીખ               નવા કેસ           રિકવરી        મોત

    • 23 એપ્રિલ           13804           5618            142
    • 24 એપ્રિલ           14097           6479            152
    • 25 એપ્રિલ           14296           6727             157
    • 26 એપ્રિલ           14340           7727             158
    • 27 એપ્રિલ           14352            7803            170
    • 28 એપ્રિલ           14120            8595            174
    • 29 એપ્રિલ           14327            9544            180
    • 30 એપ્રિલ           14605           10180           173
    • 1 મે                       13847           10582          172
    • 2 મે                      12978            11146           153
    • 3 મે                      12820           11999           140
    • 4 મે                      13050           12121            131

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat