ડાંગ જિલ્લામાં હજી સુધી એકપણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી
અમદાવાદઃ કોરોના મહામારીને લીધે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 3953 લોકોનાં કોરોનાથી મોત (Gujarat Corona Death) નીપજી ચુક્યા છે ત્યારે રાજ્યના 11 જિલ્લામાં મૃત્યુઆંક 10થી પણ ઓછો છે. નોંધનીય છે કે ડાંગ જિલ્લામાં હજી સુધી એકપણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી.
દક્ષિણ-પૂર્વ ગુજરાતમાં મૃત્યુ ઓછા થયા Gujarat Corona Death news
દક્ષિણ ગુજરાત અને પૂર્વી ગુજરાતના જિલ્લાઓમાં કોરોનાથી સૌથી ઓછા મોત (Gujarat Corona Death) થયા છે. ડાંગ જિલ્લામાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી, જ્યારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા માત્ર 121 છે. આ સિવાય નર્મદા જિલ્લામાં -1, છોટા ઉદયપુર -3, તાપી – 6 લોકોના કોરોનાથી મોત થયા છે.
આ પણ વાંચોઃ
કોરોનાથી 10થી ઓછા મૃત્યુ નોંધાવનાર જિલ્લા
- જિલ્લા કોરોનાથી મોત
- ડાંગ 00
- નર્મદા 01
- છોટા ઉદયપુર 03
- પોરબંદર 04
- દેવભૂમિ દ્વારકા 05
- તાપી 06
- બોટાદ 07
- દાહોદ 07
- મહીસાગર 07
- નવસારી 07
- વલસાડ 09
આ 11 જિલ્લા પૈકી 7 જિલ્લા એવા છે કે જ્યાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1000 કરતા પણ ઓછી છે. ડાંગ, પોરબંદર, છોટા ઉદયપુર, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને તાપી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ 1000થી પણ ઓછા છે.
અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 955 છે અને 24 લોકોના મૃત્યુ કોરોનાથી (Gujarat Corona Death) થયા છે.
આ પણ વાંચોઃ
રાજ્યમાં 28નવેમ્બર સુઘી 3953 લોકોના કોરોનાથી મોત
ગુજરાતમાં 28મી નવેમ્બર સુઘીમાં કુલ 3953 લોકોના કોરોનાથી મોત થઇ ચુક્યા છે જે પૈકી સૌથી વધુ 2036 મૃત્યુ અમદાવાદ જિલ્લામાં અને સુરતમાં 894ના મોત થયા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ એક્ટિવ કેસની સંખ્યા 14 હજારથી વધુ છે. Gujarat Corona Death news