Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > CORONA UPDATE: ગુજરાતમાં 7 હજારથી વધુ લોકો કોરોના સામે જંગ હાર્યા

CORONA UPDATE: ગુજરાતમાં 7 હજારથી વધુ લોકો કોરોના સામે જંગ હાર્યા

0
50

રાજયમાં કોરોના વાયરસના કેસો સતત વધતો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી કોરોનાના હજારોની સંખ્યામાં કેસો સામે આવી રહ્યા છે અને તેની સામે મૃત્યુઆંક વધતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં મોતનો આંકડો 7 હજારને પાર થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 14,327 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 180 દર્દીઓના મોત થયા છે. જો કે, 9544 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસોની સામે મૃત્યુઆંક પણ વધતો જોવા મળી રહ્યો છે. આજે 180 લોકોના મોત સાથે રાજયમાં અત્યાર સુધીમાં 7 હજાર લોકોના મોત થયા છે. રાજયનો રિકવરી રેટ પણ સતત ઘટતો જોવા મળી રહ્યો છે. રિકવરી રેટ ઘટીને 73.82 પર પહોંચ્યો છે. એક્ટિવ કેસોનો આંક 1,37,794 પર પહોંચ્યો છે. જ્યારે વેન્ટિલેટર પર 572 દર્દીઓ છે અને 1,37,222 દર્દીઓની હાલત સ્થિર છે.

ગુજરાતમાં કોરોના વાયરસના 24 કલાકમાં નોંધાયેલ કેસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદમાં કોરોનાના 5319 કેસ,સુરતમાં કોરોનાના 2192 કેસ,વડોદરામાં 860 કેસ,રાજકોટમાં કોરોનાના 636 કેસ, મહેસાણા 511 કોરોના કેસ, જામનગરમાં 701 કેસ, ભાવનગરમાં 444 કોરોના કેસ,પાટણમાં કોરોનાના 241 કેસ, બનાસકાંઠામાં 231 કોરોના કેસ,દાહોદમાં કોરોનાના 227 કેસ,સુરેન્દ્રનગરમાં કોરોનાના 227 કેસ, કચ્છમાં 186 કોરોના કેસ,ભરૂચમાં 185, ગાંધીનગર 349 કેસ,ખેડામાં 169 કેસ, જૂનાગઢમાં 293 કેસ,અમરેલી 146 કેસ, વલસાડ 130 કેસ, નવસારી 128 કેસ, આણંદ 125 કેસ કેસ, ગીરસોમનાથ 119 કેસ, પંચમહાલ 116 કેસ, તાપી 115 કેસ, મહિસાગર 105 કેસ, અરવલ્લી 93 કેસ, છોટાઉદેપુર 92 કેસ, મોરબીમાં 87 કેસ, સાબરકાંઠા 82 કેસ, નર્મદા 73 કેસ, દેવભૂમિ દ્વારકા 47 કેસ, પોરબંદર 42 કેસ, બોટાદ 35 કેસ અને ડાંગ 21 કેસ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

અત્યાર સુધીમાં 96,33,415 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 22,89,426 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,19,22,841 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 62,026 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 62,0261 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat