Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ‘ડેટા બોલતા હૈ..!’: ગુજરાતમાં ઘટી રહેલા કોરોના પોઝિટિવ કેસોનો દાવો પોકળ

‘ડેટા બોલતા હૈ..!’: ગુજરાતમાં ઘટી રહેલા કોરોના પોઝિટિવ કેસોનો દાવો પોકળ

0
105

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાઈરસની મહામારીની બીજી લહેરે સ્વાસ્થ્ય ક્ષેત્રે સરકારની નિષ્ફળતા ઉજાગર કરી દીધી છે. લોકોને હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યાં, ક્યાંક ઑક્સિજનની કમી જોવા મળી રહી છે. કોવિડ ટેસ્ટમાં ખૂબ જ સમય લાગી રહ્યો છે. આ બધા વચ્ચે ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. Gujarat Corona Cases

રાજ્યમાં સતત ઘટી રહેલા કેસને જોતા વહીવટી તંત્ર ભલે પોતાની પીઠ થપથપાવી રહ્યું હોય, પરંતુ તેની પાછળનું કારણ સરકારની પોલ ખોલી રહ્યું છે. જો આંકડા પર નજર નાંખીએ તો, રાજ્યમાં સરકાર દ્વારા છેલ્લા 10 દિવસથી કોરોના ટેસ્ટિંગમાં મોટો ઘટાડો કરવામાં આવી રહ્યો છે.

જેમાં ગત એપ્રિલ મહિનાની 23મીં તારીખે જ્યાં 1.89 લાખ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોઝિટિવિટી રેટ 7.3 ટકા હતો. જે બાદ દિન-પ્રતિદિન કોરોના ટેસ્ટિંગમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. જો ગઈકાલની વાત કરીએ તો, બીજી મેના રોજ એક જ દિવસમાં 1.37 લાખ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં પોઝિટિવિટી રેટ 9.4 ટકા આવ્યો હતો.

આ પણ વાંચો:  અદાર પૂનાવાલા ધમકી આપનારાના નામ જણાવે, કોંગ્રેસ સુરક્ષા પૂરી પાડશે: નાના પટોલે Gujarat Corona Cases

આમ છેલ્લા 10 દિવસમાં કોરોના ટેસ્ટિંગમાં 52 હજાર જેટલો ઘટાડો કરીને કોરોનાના પોઝિટિવ કેસ કુત્રિમ રીતે ઓછા કરવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 10 દિવસના કોરોના ટેસ્ટિંગ અને એ દિવસે નોંધાયેલા નવા કેસોના આંકડા નીચે મુજબ છે… Gujarat Corona Cases

તારીખ ટેસ્ટિંગ  કુલ કેસ
23-એપ્રિલ 1,89,902 13,804
24-એપ્રિલ 1,85,304 14,097
25-એપ્રિલ 1,68,172 14,296
26-એપ્રિલ 1,59,156 14,340
27-એપ્રિલ 1,63,192 14,352
28-એપ્રિલ 1,73,909 14,120
29-એપ્રિલ 1,69,352 14,327
30-એપ્રિલ 1,60,999 14,605
1-મે 1,50,771 13,847
2-મે 1,37,714 12,978

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મૂકી રહ્યાં છે. બીજી તરફ રાજ્યમાં એપ્રિલ મહિનાના અંતમાં કોરોના વાઈરસની રફ્તાર મંદ પડી હોય અને મે મહિનામાં પોઝિટિવ કેસો ઘટતા હોવાનું દર્શાવાઈ રહ્યું છે. જો કે તેની સામે વાસ્તવિક્તા એ પણ છે કે, હાલના દિવસોમાં કોરોના ટેસ્ટિંગમાં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat