Gujarat Exclusive > The Exclusive > ગુજરાતમાં કોરોના વકરતા કેન્દ્ર સરકાર હરકતમાં, દિલ્હીથી તબીબોની ટીમ આવશે

ગુજરાતમાં કોરોના વકરતા કેન્દ્ર સરકાર હરકતમાં, દિલ્હીથી તબીબોની ટીમ આવશે

0
60
  • કેન્દ્ર સરકાર NCDCના ડાયરેક્ટર સહિતની ટીમ ગુજરાત મોકલશે Gujarat Corona Cases

  • ટીમ કોવિડના કેસ, સંક્રમણ રોકવા, ટેસ્ટિંગ તથા તેના ઉપાયોના મામલે તપાસ કરશે

અમદાવાદ: ગુજરાતમાં તહેવારો દરમિયાન કોરોના વકરતા કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. તેથી દિલ્હીથી તબીબોની એક ટીમ અહીં આવી રહી છે. NCDCના ડાયરેક્ટર સહિતની ટીમ ગુજરાતમાં કોરોના કેસો, સંક્રમણ રોકવા, ટેસ્ટિંગ સહિત તેના ઉપાયો અંગે તપાસ કરશે. Gujarat Corona Cases

ગુજરાતમાં દિવાળીના સમયે લોકો કોરોના મહામારીને ભૂલી બજારોમાં ઉમટી પડ્યા હતા. બજારમાં લોકોના ટોળાએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોના જાહેરમાં ધજાગડા ઉડાવ્યા હતા. હવે આ ભૂલ ભારે પડી રહી છે. બીજી તરફ શિયાળાની ઋતુ શરૂ થઇ જતા કોરોના વાઇરસ વધુ વકર્યો છે. કોરોના વાઇરસ બેકાબૂ બનતા કેન્દ્રની ટીમ ગુજરાત આવી સમીક્ષા કરશે. Gujarat Corona Cases

દિવાળી પહેલાં રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ દિવાળી દરમિયાન કોરોનાનાએ ફરીથી માથું ઉચક્યું છે. કોરોનાના કેસોમાં રાજ્યમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. રાજ્યની હોસ્પિટલો કોરોનાના દર્દીથી ઉભરાઇ રહી છે. જેને લઇને રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકારની પણ ચિંતા વધી છે. કેન્દ્ર સરકાર NCDCના ડાયરેક્ટર સહિતની ટીમ ગુજરાત મોકલશે અને આ માટેની જવાબદારી ડો. એસ.કે.સિંઘને સોંપવામાં આવી છે. આ ટીમ ગુજરાત આવીને ગુજરાત સરકાર અને હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરી આગામી પગલાંઓ અંગે વાટાઘાટો કરશે. સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે, આ ટીમ કોવિડના કેસ,સંક્રમણ રોકવા, ટેસ્ટિંગ તથા તેના ઉપાયોના મામલે તપાસ કરશે. Gujarat Corona Cases

આ પણ વાંચો: વિવાદો SSG હોસ્પિટલનો પીછો છોડતા નથી, સિક્યોરિટી સ્ટાફનું દર્દીના સ્વજન સાથે ગેરવર્તન

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં કોરોનાના કેસો ફરી એકવાર ચિંતાજનક સ્તરે વધી રહ્યા છે. કેસમાં એકદમ વધારો થતા તંત્ર પણ દોડતુ થયું છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 1281 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 8 લોકોનાં મોત કોરોનાના કારણે થયા છે. જ્યારે 1274 દર્દીઓએ કોરોનાને હરાવી પોતાના ઘરે પરત ફર્યા છે.  Gujarat Corona Cases

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા તંત્ર એકશન મોડમાં

અમદાવાદમાં કોરોના વાઇરસના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળતા તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. એએમસી દ્વારા ખાણીપીણીની જે જગ્યા પર ભારે ભીડ અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળી રહ્યો છે તેને તાત્કાલિક સીલ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એસજી હાઇવે પર આવેલ બર્ગર કિંગ અને મણિનગરમાં પાણી પુરીઓ પર વધારે ભીડ હોવાથી બંધ કરાવવામાં આવી છે. Gujarat Corona Cases

આ પણ વાંચો: કોંગ્રેસના કોરોનાગ્રસ્ત નેતા અહેમદ પટેલને ભરતસિંહની જેમ ઓળખવા મુશ્કેલ

અમદાવાદમાં કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ

અમદાવાદમાં તહેવારોના પગલે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું પાલન કર્યુ ન હતુ. લોકો બજારોમાં કીડિયારાની જેમ ઊભરાયા હતા. તેથી કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં પહેલાં સરકારી હોસ્પિટલો ફુલ થઈ અને તેના પછી હવે ખાનગી હોસ્પિટલો પણ ફુલ થઈ રહી છે. અમદાવાદના હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જ આમ જણાવ્યું છે. ખાનગી હોસ્પિટલના 90થી 95 ટકા બેડ ભરાઈ ગયા છે.