Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 25 પોઝિટિવ દર્દીઓ નોંધાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 25 પોઝિટિવ દર્દીઓ નોંધાયા

0
61

ગુજરાત છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 25 નવા પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે અને 20 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. ગુજરાતમાં પહેલા તબક્કાવાર રીતે કેસ ઘટ્યા બાદ હવે તબક્કાવાર રીતે કેસ વધી રહ્યા છે. જે એક પ્રકારે ગુજરાત માટે ચિંતાજનક બાબત છે. કારણ કે કેસ ખુબ જ ઓછા છે તે હકીકત છે તેટલી જ હકીકત છે.

રાજ્યમાં કુલ 154 એક્ટિવ કેસ છે. જે પૈકી 07 વેન્ટીલેટર પર છે, જ્યારે 147 નાગરિકો સ્ટેબલ છે. 8,15,466 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય. જો કે અમદાવાદ કોર્પોરેશનમાં કુલ 11 કેસ, સુરત અને સુરત કોર્પોરેશનમાં 4-4 કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશનમાં 3, ગીરસોમનાથ, જામનગર કોર્પોરેશન અને કચ્છમાં 1-1 કેસ નોંધાયા છે.

તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે PM મોદીનો જન્મ દિવસ હોવાના કારે રસીકરણ પર વિશેષ ભાર મુકાયો હતો. જેના કારણે આજે ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ઐતિહાસિક રસીકરણ થયું હતું. રાજયવ્યાપી વેકસિનેશન મેગા ડ્રાઈવમાં આજે સાંજે 7.00 વાગ્યા સુધીમાં 18 લાખથી વધુ નાગરિકોને રસી આપવામાં આવી હતી. રાજ્યમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે આજે વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાઈ છે. રાજયવ્યાપી વેક્સિનેશન મેગા ડ્રાઈવમાં આજે સાંજે 7.00 વાગ્યા સુધીમાં 18 લાખથી વધુ નાગરિકોને રસીથી સુરક્ષિત કરાયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat