Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોંગ્રેસે PM મોદીના અભિયાનને આવકારવા સાથે આપી સલાહ

કોંગ્રેસે PM મોદીના અભિયાનને આવકારવા સાથે આપી સલાહ

0
123

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા માટે મોટા પાયે અભિયાન ચલાવ્યું છે. ગત 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ભાષણ આપતા PM મોદીએ ગાંધી જયંતીના અવસરે સમગ્ર દેશમાંથી સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાની યોજના દેશવાસીઓને જણાવી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી નિમિત્તે પોતાની અમદાવાદ મુલાકાત દરમિયાન ‘સિંગલ યુઝ્ડ઼ પ્લાસ્ટિક’નો ઉપયોગ ટાળવા માટે જનજાગૃતિની વાત કરી હતી. ગુજરાત કોંગ્રેસે PM મોદીની સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિક પર પ્રતિંબંધની નીતિને આવકારવા સાથે જ તેના પર સવાલો પણ ઉઠાવ્યા છે.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ સરકાર પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, વડાપ્રધાન જ્યારે વિશ્વ સમક્ષ સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિકના પ્રતિબંધ મૂકવાની વાત કરો છો. તો બીજી તરફ પ્લાસ્ટિકના ઉપયોગ, તેની આડઅસરો અને મુશ્કેલીઓ અને ઉભી થતી સમસ્યાઓ અંગેની જાહેરાત અને જનજાગૃતિનું મટીરિયલ પણ સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિકમાં છપાય તે કેટલે અંશે વ્યાજબી?

કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે, મહાત્મા ગાંધી હંમેશા એક વાત કરતા હતા કે, જે-તે નિયમોનું સ્વયં આચરણ પાલન કરીને બીજાને તેનો અમલ કરવા સલાહ આપવી જોઈએ. બાપૂની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકના વપરાશમાં જનજાગૃતિ આવે, તે માટે સમગ્ર દેશમાં સરકારી, ખાનગી અને પક્ષીય જાહેરાતો સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિક અને ફ્લેક્ષ બેનરો અને સ્ટિકર્સનો ઉપયોગ ના થાય તે જોવાની જવાબદારી પણ તમારી જ છે. જો આવું થશે, તો જ ગાંધીજીના સિદ્ધાંતો સાચા અર્થમાં ચરિતાર્થ થશે.

અમદાવાદ: ગાંધી આશ્રમમાં દારૂ પીધેલા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની ઉઠી માંગ