Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો, મોરબીના ધારાસભ્યએ આપ્યુ રાજીનામું

ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો, મોરબીના ધારાસભ્યએ આપ્યુ રાજીનામું

0
2308

ગાંધીનગર: રાજ્યસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે, તેમ-તેમ કોંગ્રેસની મુશ્કેલી વધતી જાય છે. કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો પાર્ટી સાથે છેડો ફાડી રહ્યાં છે, ત્યારે આજે વધુ એક ધારાસભ્યએ કોંગ્રેસને રામ-રામ કહ્યાં છે. જેમાં મોરબી બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે. આમ છેલ્લા 24 કલાકમાં કોંગ્રેસના 3 ધારાસભ્યોએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે.

બ્રિજેશ મેરજાના રાજીનામાંની પુષ્ટિ ખુદ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યના રાજીનામાં બાદ પાર્ટી તરફથી ઉભા રાખવામાં આવેલી બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીને જીતવા માટે રાહ સરળ નહી રહે એ ચોક્કસ છે.

કોરોના મહામારી વચ્ચે કોંગ્રેસમાં કકળાટ ચાલી રહ્યો છે, ત્યારે ભાજપ પોતાની રણનીતિમાં સફળ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપની ધારાસભ્ય તોડોની રણનીતિ સફળ થઈ રહી છે. બ્રિજેશ મેરજાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા પહેલા કોંગ્રેસ અધ્યક્ષ અધ્યક્ષ સોનિયા ગાંધીને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી પોતાનું રાજીનામું મોકલ્યુ હતુ.

બ્રિજેશ મેરજાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલેલા પત્રમાં લખ્યુ છે કે, મારો ઉદ્દેશ્ય મારા મત વિસ્તાર અને રાજ્યના લોકોની સેવા કરવાનો છે, પરંતુ આ તમામ કામ કોંગ્રેસ પાર્ટીમાં રહીને કરવા મુશ્કેલ છે. આ સાથે જ તેમણે પાર્ટીના નેતાઓનો આભાર માન્યો છે.

જણાવી દઈએ કે, રાજ્યસભાની ચૂંટણી અગાઉ ગઈકાલે પણ કોંગ્રેસનાં 2 ધારાસભ્યોએ પોતાના પદેથી રાજીનામાં આપ્યા હતા. કરજણ બેઠક પરથી ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાનાં ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામાં આપ્યાં હતા. અગાઉ લૉકડાઉન પહેલા પણ 4 ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

મોદી સરકારે રાજ્યોની GSTની બાકી નીકળતી રકમ જારી કરી, આપ્યા 36400 કરોડ રૂપિયા