નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ ફરી થઇ રહી છે. રાજસ્થાન, છત્તીસગઢ કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની માંગને લઇને પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો જે બાદ હવે ગુજરાત કોંગ્રેસે પણ પાર્ટી નેતૃત્વને માંગ કરી છે કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને જ બનાવવામાં આવે.
Advertisement
Advertisement
રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ સતત થઇ રહી છે. આવતા મહિને યોજાનાર અધ્યક્ષની ચૂંટણી પહેલા આ માંગ ફરી થઇ રહી છે.
ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યુ, ગુજરાત કાર્યકારિણી સમિતીના સભ્યોએ રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ કરી છે. તમામ સભ્ય પોતાની વાતને રાષ્ટ્રીય નેતૃત્વ સામે રાખવા માંગે છે. સભ્યોનું માનવુ છે કે, ભારતના ભવિષ્ય માટે, યુવાઓના અવાજ માટે રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવે. મહત્વપૂર્ણ છે કે આ માંગ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં નોમિનેશન દાખલ થયા પહેલા ઉભી થઇ છે.
17 ઓક્ટોબરે યોજાશે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી
રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટીએ સર્વસમ્મતિથી શનિવારે રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. બીજી તરફ છત્તીસગઢ કોંગ્રેસ કમિટીએ રવિવારે રાહુલ ગાંધીને અધ્યક્ષની માંગને લઇને પ્રસ્તાવ પાસ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસે ગત મહિને સ્પષ્ટ કર્યુ હતુ કે અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાશે. બીજી તરફ ચૂંટણીના પરિણામ 19 ઓક્ટોબરે સામે આવશે.
Advertisement