ગાંધીનગર: મોંઘવારીને લઇને ગુજરાત કોંગ્રેસે (Gujarat Congress) આજે બંધનું એલાન કર્યુ છે. NSUIના કાર્યકર્તાઓએ અમદાવાદમાં અનેક કોલેજો બંધ કરાવી હતી. રાજકોટની કણસાગરા કોલેજમાં પણ NSUIના કાર્યકરો પહોચી ગયા હતા અને કોલેજને બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
Advertisement
Advertisement
કોંગ્રેસના કાર્યકરોની અટકાયત
મોંઘવારી વિરૂદ્ધ ગુજરાત કોંગ્રેસે (Gujarat Congress) આપેલા બંધના એલાનને પગલે પોલીસ ખડેપગે છે. કોંગ્રેસના નાગજી ભાઇ દેસાઇની બાપુનગર પોલીસે અટકાયત કરી છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં કોંગ્રેસના નેતા રાજેન્દ્ર પટેલ, મહિલા પ્રમુખ SC/ST સેલના પ્રમુખ હિતેન્દ્ર પીઠળિયા સહિતના કાર્યકરો દ્વારા દુકાનો તથા ઓફિસો બંધ કરાવવામાં આવી છે. શાંતિપૂર્ણ રીતે ઓફિસ બંધ કરાવ્યા બાદ દુકાનદારોનું ફૂલનો હાર પહેરાવી સમ્માન કરવામાં આવ્યું હતું.
NSUIના કાર્યકરોની અટકાયત
NSUIના કાર્યકરો અમદાવાદમાં બંધને સફળ બનાવવા માટે અનેક કોલેજોને બંધ કરાવવા માટે નીકળી પડ્યા હતા. સી.યુ.શાહ, સોમ લલિત, એલ.ડી. આર્ટ્સ સહિતની કોલેજો કાર્યકર્તાઓએ બંધ કરાવી હતી.
મોંઘવારીને લઇને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં મોંઘવારીને લઇને ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) પ્રદર્શન કરી રહી છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, જીએસટીમાં વધારા સહિતના અનેક મુદ્દે કોંગ્રેસ રસ્તા પર ઉતરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર બાઇક પર બેસીને બંધ કરાવવા માટે નીકળ્યા હતા.
Advertisement