ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીના ફોર્મ ભરવાના એક દિવસ પહેલા બાકી રહેલા 37 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે. ગુજરાત કોંગ્રેસે પાલનપુરથી મહેશ પટેલ તેમજ બાયડથી મહેન્દ્ર વાઘેલાને ટિકિટ આપી છે. આ પહેલા વિવાદ ના થાય તે માટે કોંગ્રેસે ઉમેદવારોને પહેલા જ ફોન કરીને ફોર્મ ભરવાની સૂચના આપી હતી. કોંગ્રેસના તમામ બેઠક પર ઉમેદવાર જાહેર થઇ ગયા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરના ભાઇ અમૃતભાઇ ઠાકોરને કાંકરેજ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે જ્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર વાઘેલાને બાયડ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
કોંગ્રેસે 37 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા
ગુજરાત કોંગ્રેસે પાલનપુર, દિયોદર, કાંકરેજ, ઉંઝા, વીસનગર, બેચરાજી, મહેસાણા, ભીલોડા, બાયડ, પ્રાંતિજ, દહેગામ, ગાંધીનગર ઉત્તર, વીરમગામ, સાણંદ, નારનપુરા, મણિનગર, અસારવા, ધોળકા, ધંધુકા, ખંભાત, પેટલાદ, માતર, મહેમદાવાદ, ઠાસરા, કપડવંજ, બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર, શહેરા, ગોધરા, કાલોલ, હાલોલ, દાહોદ, સાવલી, વડોદરા શહેર, પાદરા, કરજણ
કોંગ્રેસે જાહેર કરી યાદી
ડિસેમ્બરમાં યોજાશે ચૂંટણી
ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે એમ બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 બેઠક પર 1 ડિસેમ્બરે જ્યારે 93 બેઠક પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.
Advertisement