Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડશે: હવામાન વિભાગ

ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડશે: હવામાન વિભાગ

0
2

ગુજરાતમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી અનુભવાય છે. હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી બે દિવસમાં લઘુતમ તાપમાન 4 ડીગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થશે. આગામી 3 દિવસ અમદાવાદમાં 15થી 17 ડીગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન રહેવાની સંભાવના છે.

ગાંધીનગરમાં છેલ્લા બે દિવસમાં 7 ડીગ્રી લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. 23 નવેમ્બરે લઘુતમ તાપમાન 19 ડીગ્રી નોંધાયું હતું. ત્યાર બાદ 25 નવેમ્બરે 12 ડીગ્રી થઈ ગયું હતું. આગામી ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં હાડ થિજાવતી કાતિલ ઠંડી પડશે. ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો વધતાં વૃદ્ધો અને દર્દીઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે.

હવામાનની આગાહી પ્રમાણે, ડિસેમ્બર મહિનામાં માવઠા થવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠું થવાની સંભાવના એક્સપર્ટસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ડિસેમ્બરની શરૂઆતમાં જ હવાના હળવા દબાણની અસરથી દેશના ઘણા ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. 19 ડિસેમ્બરથી વાતાવરણમાં પલટો આવી શકે છે, પરંતુ 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય–પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા અને ગાત્રો થીજવતી ઠંડીની પડવાની શક્યતા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)