Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોવિડ વૅક્સિનેશન પર CM રૂપાણીની અપીલ, 18થી વધુ વયના તમામ લોકો રસી લે

કોવિડ વૅક્સિનેશન પર CM રૂપાણીની અપીલ, 18થી વધુ વયના તમામ લોકો રસી લે

0
45

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 18થી વધુની વયના યુવાઓ સહિત સૌ કોઈને આગામી 1લી મે પછી તબક્કા વાર શરૂ થનારા કોરોના રસીકરણ અભિયાનમાં અવશ્ય રસીકરણ કરાવી લેવા અપીલ કરી છે. Covid Vaccination

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જે રીતે ગુજરાત રસીકરણના અગાઉના તબક્કાઓમાં સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે, તેજ રીતે આ રસીકરણ અભિયાનમાં પણ ઉત્સાહપૂર્વક જોડાઈને દેશના ટોપ સ્ટેટ્સમાં સ્થાન મેળવવાનો આપણો સંકલ્પ છે

રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્યકર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર તેમજ 45થી વધુની વયના નાગરિકો મળીને 1 કરોડ 20 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે. જેમાં 95.64 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 21.93 લાખ લોકોને બીજો ડોઝ પણ અપાઈ ગયો છે.

આ પણ વાંચો:  UPમાં પંચાયત ચૂંટણીની ડ્યૂટીમાં લાગેલા 577 શિક્ષકોના કોરોનાથી મોત, શિક્ષણ સંઘનો દાવો Covid Vaccination

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, દેશભરમાં હવે 18થી વધુની વયના લોકો માટે 1લી મે પછી કોરોના રસીકરણનો જે તબક્કો શરુ થવાનો છે, તેમાં જે લોકો સરકારી રસીકરણ કેન્દ્ર પર રસી લેવા આવે તેમને વિના મૂલ્યે રસી અપાશે.

28 એપ્રિલથી આ રસીકરણ માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન માટેની જે પ્રક્રિયા શરુ થઇ તેમાં પણ રાજ્યના 18થી વધુ વયના લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રાજ્ય સરકારે અગાઉ આ રસીકરણ માટે જે દોઢ કરોડ રસીના ડોઝનો ઓર્ડર આપેલો તેમાં હવે વધુ 1 કરોડનો વધારો કર્યા છે. આ હેતુસર પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ની કોવિશીલ્ડ વેક્સિનના 2 કરોડ ડોઝ અને હૈદરાબાદની ભારત બયોટેકની કોવેકસિનના 50 લાખ ડોઝ રાજ્ય સરકાર મેળવશે. Covid Vaccination

ગુજરાતમાં રસીકરણનો આ કાર્યક્રમ પ્લાનિંગ ઈન ડીટેઇલ પ્લાનિંગ ઈન એડવાન્સ એમ સુઆયોજિત ઢબે કેન્દ્ર સરકારના દિશા નિર્દેશનમાં આગળ વધારવામાં આવશે. તેમણે રાજ્યના 18 થી વધુની વયના સૌ યુવા સાથીઓને અપીલ કરી કે, તેઓ ઝડપથી ઓન લાઈન રજીસ્ટ્રેશન કરાવે અને આગામી 15 દિવસોમાં જ્યારે વેક્સિન ઉપલબ્ધ થાય અને પોતાનો વારો આવે, ત્યારે અવશ્ય વેક્સિન લઇ કોરોના સામે સુરક્ષિત બને.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat