Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં રોજગારની જાણકારી આપતું ‘રોજગાર સેતુ’ કૉલ સેન્ટર શરૂ

ગુજરાતમાં રોજગારની જાણકારી આપતું ‘રોજગાર સેતુ’ કૉલ સેન્ટર શરૂ

0
110
  • દેશનું પ્રથમ રાજ્ય, જ્યાં યુવાઓ એક કૉલ કરીને રોજગાર સબંધી જાણકારી મેળવી શકશે

ગાંધીનગર: ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય બની ગયું છે, જ્યાં હવે એક ફોન કરીને યુવાઓ રોજગારી, અભ્યાસ અને કારકિર્દી સબંધી જાણકારી મેળવી શકશે. આ માટે ગુજરાત સરકારે રોજગારીની જાણકારી આપતું દેશનું પ્રથમ ઓનલાઈન કૉલ સેન્ટર “રોજગાર સેતુ” (Gujarat Rojgar Setu Call Center) શરૂ કર્યું છે.

CM રૂપાણીએ મંગળવારે આ કૉલ સેન્ટરનું (Gujarat Rojgar Setu Call Center) વર્ચ્યૂઅલ લોકાર્પણ કરતા જણાવ્યું કે, “હર હાથ કો કામ” સુત્ર સાર્થક કરવાની દિશામાં આ મહત્વનું પગલું છે.

આ પણ વાંચો:  આજે સુરત પહોંચશે કોરોના વૅક્સીન, વૅક્સીનેશનની તમામ તૈયારીઓ પૂરી

કૉલ સેન્ટરના નંબર 6357390390 પર ફોન કરીને યુવા રાજ્યના કોઈ પણ જિલ્લામાં શિક્ષણ કે રોજગાર સાથે સંકળાયેલી અને સરકારી યોજનાઓ અંગેની જાણકારી પ્રાપ્ત કરી શકે છે. આ સાથે જ મુખ્યમંત્રીએ એપ્રેન્ટિસશિપ યોજના પુસ્તકનું વિમોચન કર્યું હતું.

આ અંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે કહ્યું કે, આ કૉલ સેન્ટર “રોજગાર સેતુ”ની (Gujarat Rojgar Setu Call Center) વિશેષતા એ છે કે, તેના થકી યુવાઓ જિલ્લા રોજગાર કાર્યાલય સાથે સીધો સંપર્ક કરી શકે છે. કૉલ પૂરો થયા બાદ યુવાઓએ SMS થકી રોજગાર કાર્યાલયની જાણકારી પણ મોકલવામાં આવશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9