Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતના 3.37 કરોડ અંત્યોદય લોકોને CM રુપાણીની ઉત્તરાયણ પર્વની ભેટ

ગુજરાતના 3.37 કરોડ અંત્યોદય લોકોને CM રુપાણીની ઉત્તરાયણ પર્વની ભેટ

0
162
  • રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય

  • તુવેર-ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવાનો પણ રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય

  • 69.42 લાખ NFSA કાર્ડ ધારકોને પરિવાર દીઠ 1 કિલો ચણા વિનામૂલ્યે અપાશે

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 69.42 લાખ જેટલા NFSA અંત્યોદય પરિવારોના 3.37 કરોડ નાગરિકોને મકરસંક્રાંતિ-ઉત્તરાયણ અવસરે એક મહત્વપૂર્ણ ભેટ આપી છે. આજની રાજ્ય મંત્રીમંડળની મળેલી બેઠકમાં રાજ્યના 8.11 લાખ અંત્યોદય કાર્ડધારક પરિવારો તેમજ 61.31 લાખ જેટલા અગ્રતા ધરાવતા રેશન કાર્ડધારક પરિવારોના મળી સમગ્રતયા 3.37 કરોડ લોકોને પરિવાર દીઠ એક કિલો ચણા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. વિનામૂલ્યે ચણા આવા લાભાર્થી પરિવારોને ફેબ્રુઆરી માસના તેમના નિયમીત મળતા અનાજ સાથે વિતરણ કરાશે.

મુખ્યમંત્રી રૂપાણીએ કોરોના સંક્રમણના કાળમાં કોઇને ભુખ્યા સૂવું ન પડે તેવી સંવેદના સાથે અત્યાર સુધીમાં રાજ્યના 5.30 કરોડ લોકોને 12.50 લાખ મેટ્રીક ટન અનાજ વિનામૂલ્યે વિતરણ કરાવેલું છે. મુખ્યમંત્રીએ શહેરો-ગામોમાં રિક્ષા-છકડો, નાના ટેમ્પા જેવા થ્રી વ્હીલર વાહનો ચલાવી રોજી-રોટી રળતા નાના વર્ગોને પણ કોરોના કાળ દરમ્યાન NFSAનો લાભ આપવાની સંવેદના દર્શાવી છે.

આ પણ વાંચો: શીતલ આઇસ્ક્રીમનો માલિક લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસના સકંજામાં ધરાયો

ઉત્તરાયણ-મકરસંક્રાંતિના તહેવારોમાં પણ અંત્યોદય NFSA પરિવારોની પડખે ઊભા રહેવાની ગરીબ કલ્યાણલક્ષી પ્રતિબદ્ધતા સાથે આવા 3.37 કરોડ લોકોને પરિવાર દીઠ 1 કિલો ચણા વિનામૂલ્યે આપવાની સંવેદના દર્શાવી છે.

તુવેર, ચણા,રાયડો ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય

મુખ્યમંત્રીએ રાજ્યના ધરતીપુત્રો-કિસાનોને તેમની ખેતપેદાશના પોષણક્ષમ ભાવો મળી રહે તેવા ઉદાત્ત ભાવ સાથે તુવેર, ચણા, રાયડો જેવા ઉત્પાદનો પણ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય મંત્રીમંડળની બેઠકમાં કરવામાં આવ્યો છે.

અન્ન-નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય તેમજ અંત્યોદય પરિવારોને વિનામૂલ્યે 1 કિલો ચણા વિતરણ કરવાના નિર્ણયની વિગતો આપી હતી.

મંત્રી રાદડીયાએ આ સંદર્ભમાં કહ્યું કે, રાજ્યમાં 105 ખરીદ કેન્દ્રો પરથી રૂ. 6 હજાર પ્રતિ ક્વિન્ટલના ભાવે તુવેરની ખરીદી સરકાર કરશે. આ ખરીદી માટેની નોંધણી ખેડૂતો VCE, APMC મારફત 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમ્યાન કરાવી શકશે. આ તુવેરની ખરીદી નક્કી કરેલા APMC કેન્દ્રો પરથી આગામી તા.1 ફેબ્રુઆરી 2021થી 90 દિવસ એટલે કે 1 મે-2021 સુધી કરવામાં આવશે.

આ પણ વાંચો: ગરીબ મહિલા પર લાઠીચાર્જ કરનાર મહિલા PSI સસ્પેન્ડ

અન્ન-નાગરિક પુરવઠા મંત્રીએ ચણા તેમજ રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગેના કેબિનેટ નિર્ણયની વિગતોમાં કહ્યું કે ચણા રૂ.5100 પ્રતિ ક્વિન્ટલના ભાવે રાજયના કુલ 188 ખરીદ કેન્દ્રો પરથી તેમજ રાયડો રૂ. 4650 પ્રતિ ક્વિન્ટલના ભાવે 99 ખરીદ કેન્દ્રો પરથી ખરીદ કરવાનું નકકી કરવામાં આવેલું છે.

આ માટેની નોંધણી V.C.E./A.P.M.C. મારફત 1થી 15 ફ્રેબુઆરી દરમ્યાન કરાશે. ચણા અને રાયડાની ખરીદી 16 ફ્રેબુઆરીથી 16મી મે સુધી સુધી (90 દિવસ) નક્કી કરેલ એ.પી.એમ.સી. ખરીદ કેન્દ્રો પરથી થશે, તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ દ્વારા રાજયના કુલ 1,08,772 ખેડૂતો પાસેથી રૂ.1060 કરોડની મગફળીની ટેકાના ભાવે ખરીદી પૂર્ણ થઇ ગઇ છે. આ પૈકી રૂ.928 કરોડનું ચૂકવણું ખેડૂતોને કરવામાં આવેલું છે. તેમજ રૂ.128 કરોડની ડાંગરની ખરીદી થયેલ છે અને રૂ.104 કરોડનું ચૂકવણું ખેડૂતોને કરવામાં આવેલું છે. આ રકમ સીધી જ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી છે તેમ પણ રાદડીયાએ ઉમેર્યુ હતું.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9