ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈરાત્રે અચાનક જ દિલ્હી પહોંચ્યા હતા. ત્યારબાદ આજે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથેની ભૂપેન્દ્ર પટેલની ઓચિંતી મુલાકાતને લઈને અનેક તર્ક થઈ રહ્યા છે.
Advertisement
Advertisement
ઉલ્લેખનીય છે કે CM ભૂપેન્દ્ર પટેલ ગઈ મોડીરાત્રે દિલ્હી પહોંચ્યા હતા. તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાત વિધાનસભાની કાર્યવાહીમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. મુખ્યમંત્રીની ઓચિંતી દિલ્હી મુલાકાતને લઈને રાજકીય ફલક પર વિવિધ પ્રકારની નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે.
Advertisement