Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > દિલ્હીમાં PM- CMની વાઈબ્રન્ટ મુલાકાત: ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી

દિલ્હીમાં PM- CMની વાઈબ્રન્ટ મુલાકાત: ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી

0
12

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીમાં વાઈબ્રન્ટ સમિટ-2022 સંદર્ભે ઉદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો–અગ્રણીઓ સાથે વન ટુ વન મીટિંગ કરી હતી. તેઓ મીટિંગ બાદ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે યોજનારી ગુજરાત વાઈબ્રન્ટ સમિટમાં પીએમ મોદીને માહિતગાર કર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મારૂતિ સુઝૂકી ઇન્ડિયાના MD કિન્ચી આયુકાવા, અવાડા એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન વિનીત મિત્તલ, PI ઇન્ડસ્ટ્રીના MD અને વાઈસ-ચેરમેન મયંક સિંઘલ, JCBના CEO દીપક શેટ્ટી, અર્બન કંપનીના CEO અભિરાજ સિંહ ભાલ, DCM શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને સિનિયર MD અજય શર્મા તેમજ ઑયો હોટલ્સ એન્ડ હોમ્સના સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી હતી, જેમાં અવાડા એનર્જીએ ગુજરાતમાં એનર્જી સેક્ટરમાં 20 હજાર કરોડનું રોકાણ કરવા તૈયારી દર્શાવી હતી.

મારુતિ સુઝુકી ઇન્ડિયાના MD કિન્ચી આયુકાવાએ ગાંધીનગરમાં સેન્ટર ઓફ એક્સેલન્સ અને રાજ્યમાં હાલ મારુતિ દ્વારા 16 હજાર કરોડના મૂડીરોકાણની પણ વિગતો મુખ્યમંત્રીને આપી હતી. મુખ્યમંત્રીએ તેમને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને એવો પણ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ મારુતિ સુઝુકી ઇન્ડિયાના MD કિન્ચી આયુકાવાને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતનું પણ આમંત્રણ આપ્યું હતું. અવાડા એનર્જી પ્રા.લિ.ના ચેરમેન વિનીત મિત્તલ સાથે થયેલી બેઠકમાં તેમણે આવનારાં પાંચ વર્ષમાં બિનપરંપરા ગત ઊર્જા સેક્ટરમાં 20 હજાર કરોડના તેમના રોકાણ આયોજનમાં ગુજરાતનો પણ સમાવેશ કરવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી.

જ્યારે ઑયો હોટલ્સ એન્ડ હોમ્સના સંચાલકોની મુખ્યમંત્રી સાથે થયેલી બેઠકમાં તેમણે ગુજરાતમાં 750 હોટલ સાથે સંકળાયેલા છે અને સાડાસાત હજાર લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારી તેઓ પૂરી પાડે છે, એની વિગતો ભૂપેન્દ્ર પટેલને આપી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હોમ સ્ટે અને અન્ય સ્થળોએ પણ તેમના ગ્રુપ દ્વારા સહભાગિતા થકી વધુ રોજગાર અવસર ગુજરાતમાં પૂરા પાડવા તેઓ પ્રયાસરત છે. PI ઇન્ડસ્ટ્રીના એમ.ડી અને વાઈસ-ચેરમેન મયંક સિંઘલે આ બેઠકમાં કહ્યું હતું કે પી.આઇ ઝડપથી વિકસી રહેલી કૃષિ વિજ્ઞાન કંપની છે અને ગુજરાતમાં પાનોલી જંબુસરમાં પોતાના અતિઆધુનિક ઉત્પાદન એકમો ધરાવે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat