Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > તાલુકા, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો જયજયકાર થયો

તાલુકા, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો જયજયકાર થયો

0
45
  • જિલ્લા પંચાયતની 954 બેઠકોમાંથી 775 બેઠકો પર કમળ ખીલી ઉઠયું Gujarat Civic Polls

  • તાલુકા તથા નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો જળવાઇ રહ્યો

ગાંધીનગર: ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચુંટણી તથા 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ઉપરાંત 81 નગરપાલિકાઓની ચૂંટણી ગઇ તા.28મી ફ્રેબુઆરીના રોજ યોજાઇ હતી. 8261 બેઠકો માટે યોજાયેલી ચુંટણીમાં કુલ 22,216 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. જેમાં ભાજપનો જયજયકાર થવા પામ્યો હતો. તેની સામે કોંગ્રેસને ધોબી પછડાટ મળી છે. આમ આઠ વિધાનસભાની પેટાચૂંટણી, છ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ વધુ એક વખત ભાજપનું કમળ ખીલી ઉઠયું છે. એક પછી એક ગુજરાતમાં યોજાયેલી ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જયારે કોંગ્રેસનો પંજાને પ્રજાએ જાકારો આપ્યો હોવાનું સાબિત થયું છે. Gujarat Civic Polls

રાજયની 31 જિલ્લા પંચાયતની 979 બેઠકો પૈકી 25 બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી. જયારે બાકીની 954 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. 954 બેઠકોમાંથી ભાજપે 775 બેઠક જીતી લીધી છે. જયારે કોંગ્રેસના ફાળે 169 બેઠકો અને આમ આદમી પાર્ટી ( આપ )ને 2, તથા અન્ય પક્ષોને 4 તેમ જ અપક્ષને ત્રણ બેઠકો અને એક બેઠક બહુજન સમાજ પાર્ટીને પ્રાપ્ત થઇ છે. Gujarat Civic Polls

રાજય ચૂંટણી પંચે જાહેર કરેલાં આકડાં પ્રમાણે રાજયની તાલુકા પંચાયતોનું પરિણામ જોઇએ તો 231 તાલુકા પંચાયતની 4774 બેઠકો પૈકી જયારે 117 બેઠકો બિનહરીફ થઇ હતી. જયારે 2 ફોર્મ ભરાયા નથી. જેથી 4654 બેઠકોના જાહેર કરાયેલા આકડાં જોઇએ તો ભાજપને 3240 બેઠકો, કોંગ્રેસને 1247 બેઠકો અને બહુજન સમાજ પાર્ટીને 3, નેશનલ કોંગ્રેસ પાર્ટી ( એનસીપી )ને 2, આમ આદમી પાર્ટી ( આપ )ને 31, અન્ય પક્ષોને 16 તથા 115 અપક્ષ ઉમેદવારો બાજી મારી ગયા છે. Gujarat Civic Polls

આ પણ વાંચો: કાલુપુર ચપ્પલ બજારમાં મકાનની ગેલેરી તૂટી પડતા 7 વર્ષની બાળકી સહિત બે વ્યક્તિનાં મોત

આ ઉપરાંત 81 નગરપાલિકાની 680 વોર્ડની 2720 બેઠકો પૈકી આ બેઠકો પૈકી 95 બેઠકો બિનહરીફ થઇ છે. બાકીની 2625 બેઠકો પર સામાન્ય ચુંટણી યોજાઇ હતી. આ ચુંટણી માટે 10168 ઉમેદવારોએ 10418 ફોર્મ ભર્યા હતા. તે પૈકીના 2572 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. જયારે 7846 ફોર્મ માન્ય ઠર્યા હતા. બીજા દિવસે ફોર્મ પરત ખેંચવાના દિવસે 506 જણાંએ ફોર્મ પરત ખેંચી લેતાં 7246 ઉમેદવારો વચ્ચે ચુંટણીનો જંગ ખેલાયો હતો. આ 2625 બેઠકો પૈકી ભાજપ સૌથી વધુ 1993, કોંગ્રેસને 386, બહુજન સમાજ પાર્ટીને 6, તથા નેશનલ કોંગ્રેસ પાર્ટી ( એનસીપી )ને 5, સમાજવાદી પાર્ટીને 14, આમ આદમી પાર્ટી (આપ)ને 9, AIMIM ને 17, અન્ય પક્ષોને 24 તથા અપક્ષોને 171 બેઠકો પ્રાપ્ત થઇ છે. Gujarat Civic Polls

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat