Gujarat Exclusive > ગુજરાત > ચીનમાં પૂરથી મગફળીના પાકને નુકસાન, હવે ગુજરાત ભરપાઈ કરશે તેની ઘટ

ચીનમાં પૂરથી મગફળીના પાકને નુકસાન, હવે ગુજરાત ભરપાઈ કરશે તેની ઘટ

0
533

ચીનની સીંગતેલની ભારે માંગના લીધે ગુજરાતના ઓઇલ મિલરોને બખ્ખા gujarat-china-groundnut-oil

અમદાવાદઃ ગુજરાતમાં મગફળી ઉગાડનારા ખેડૂતો અને મગફળી ખરીદનારા ઓઇલ મિલરો (gujarat-china-groundnut-oil)બંનેનો સારો સમય આવ્યો છે. ચીનમાંથી મગફળી અને સીંગતેલની જબરજસ્ત માંગ નીકળી છે.

નિકાસકારોએ જણાવ્યું હતું કે તેઓની પાસે 90,000 ટનથી વધારે કન્ફર્મ્ડ બૂકિંગ (gujarat-china-groundnut-oil)છે, જે ગયા વર્ષ કરતાં 125 ટકા વધારે છે. ગયા વર્ષે 40,000 ટન સીંગતેલની નિકાસ થઈ હતી. ગુજરાત ભારતમાંથી ચીનમાં થતી સીંગતેલની કુલ નિકાસમાં 90 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. આટલું ઓછું હોય તેમ નિકાસ પામતા સીંગતેલના ભાવ પણ વધારે છે.

આ પણ વાંચોઃ BREAKING: ભાજપ પ્રમુખ સી આર. પાટિલ પર છે 107 પોલીસ કેસઃ અર્જુન મોઢવાડિયા

ગયા વર્ષે તેનો ભાવ પ્રતિ ટન 1,400થી 1,700 ડોલર હતો. જ્યારે આ વર્ષે તેનો નિકાસ ભાવ(gujarat-china-groundnut-oil) ઓગસ્ટમાં પ્રતિ ટન 1,800 ડોલર હતો. જ્યારે ઓક્ટોબરમાં બુકિંગ પ્રતિ ટન 2,000 ડોલરના ભાવે થયા હતા. તેની પાછળનું મુખ્ય કારણ ચીનમાં પૂરના લીધે મગફળીનો પાક નાશ પામ્યો તે હતુ.

આ પણ વાંચોઃ ગુજરાત: દેશની સૌથી લાંબી ગિરનાર રોપ-વેનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન

ખાદ્ય તેલના નિકાસકાર પ્રફુલ દેસાઈએ જણાવ્યું હતું કે ચીનમાં મગફળીના(gujarat-china-groundnut-oil) ઉત્પાદનમાં 30થી 35 ટકા ઘટાડો થયો છે. આમ તેની ખાધ ગુજરાતના કુલ ઉત્પાદન જેટલી છે. હાલમાં ભારતમાંથી સીંગતેલના 90,000 ટન નિકાસ બૂક થઈ છે, તેમાથી 90 ટકા પુરવઠો તો ગુજરાતના ઓઇલ મિલરો જ પૂરો પાડશે.

ઓઇલ મિલ્સ એસોસિયેશનના પ્રમુખ કિશોર વિરડિયાએ જણાવ્યું હતું કે અમે બજારમાંથી આક્રમક (gujarat-china-groundnut-oil)રીતે મગફળી ખરીદી રહ્યા છીએ, કારણ કે ચીનમાંથી ભારે માગ છે. ભારતના ઓઇલસીડ્સ એન્ડ પ્રોડ્યુસ એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (ઓપીઇપીસી)ના કિશોર તન્નાએ જણાવ્યું હતું કે રુઢિચુસ્ત અંદાજ પણ ધ્યાનમાં લઈએ તો ભારતમાં 2020-21ના અંત સુધીમાં 70,000 ટનની તો નિકાસ થઈ શકે છે.