Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત સરકારનાં સીટીઝન પોર્ટલ પર ગુજરાતનાં જ મુખ્યમંત્રીનાં નામમાં છબરડો!

ગુજરાત સરકારનાં સીટીઝન પોર્ટલ પર ગુજરાતનાં જ મુખ્યમંત્રીનાં નામમાં છબરડો!

0
1518

અમદાવાદઃ ગુજરાત સરકારનાં સીટીઝન પોર્ટલ પર ગુજરાતનાં મુખ્યમંત્રીનાં નામમાં છબરડો થયો પણ આ ગંભીર ખામી સુધારવાની ઘણા સમયથી તસ્દી લેવાઈ નથી. સરકારી પોર્ટલ પર ગુજરાતનાં મુખ્યમંત્રીનું નામ વિજયની જગ્યાએ ‘જય’ કોઈ ભૂલથી થયું કે જાણી જોઈને તે મોટો તપાસનો વિષય છે. ગુજરાત સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે ઓનલાઈન સીટીઝન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. નાગરિકોને ઓનલાઈન ફરિયાદ કરવાથી લઈને 14 જેટલી સેવાનો લાભ આ પોર્ટલ મળે છે.

ગુજરાત સરકારનાં ગૃહ વિભાગે તૈયાર કરેલા સીટીઝન પોર્ટલ, ગુજરાત પોલીસની અત્યાર સુધી ઓનલાઈન 3.34 લાખ જેટલા લોકો વિઝિટ કરી ચૂક્યાં છે. લાખો લોકો જે પોર્ટલની વિઝિટ કરતા હોય ત્યાં જો ગુજરાતનાં સન્માનીય મુખ્યમંત્રીનાં નામમાં આ ગંભીર પ્રકારની ભૂલ હોય અને તે સુધારવાની તસ્દી પણ ના લેવાય તો શું સમજવું?

સીટીઝન પોર્ટલ પર ફરિયાદની નકલ, ઓનલાઈન અરજી, ગૂમ મિલકત, ગૂમ વ્યક્તિ, સ્થાનિક મદદ નોંધણી, ડ્રાઈવર નોંધણી, સિનિયર સિટીઝન નોંધણી, ભાડૂઆત નોંધણી, એન.ઓ.સી માટે અરજી, પોલીસ વેરીફીકેશન, ગૂમ વ્યક્તિ શોધો, એરેસ્ટ-વોન્ટેડ શોધો, અજાણી મૃત વ્યક્તિની માહિતી શોધો અને ચોરી થયેલી મિલકત શોધો જેવી 14 ઓનલાઈન સેવા પૂરી પાડવામાં આવે છે.

જો કે આ પોર્ટલ પર રોજબરોજ અનેક લોકો વિઝીટ કરે છે. રાજ્યનાં મુખ્યમંત્રીનાં નામમાં જ પોર્ટલ પર છબરડો કરવામાં આવ્યો હોવાંથી લોકોમાં મોટી ગેરસમજ ઉભી રહી છે. જો આમને આમ ચાલ્યું તો લોકમુખે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય નહીં જય રૂપાણી છે તેવું ચર્ચાય તો નવાઈ નહીં. સીટીઝન પોર્ટલની લિંક નીચ મુજબ છે.

https://gujhome.gujarat.gov.in/portal/webHP

કોરોના વાઈરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

પુણ્યતિથિ વિશેષ: ખેડૂતોના ખરા અર્થમાં ‘મસીહા’ હતા પૂર્વ PM ચૌધરી ચરણસિંહ