Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત: પેટાચૂંટણી જીતનારા તમામ 8 ધારાસભ્યો આજે લેશે શપથ

ગુજરાત: પેટાચૂંટણી જીતનારા તમામ 8 ધારાસભ્યો આજે લેશે શપથ

0
35

ગાંધીનગર: બિહાર વિધાનસભા ચૂંટણીની (Bihar Assembly Election) સાથે જ ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં (Gujarat Bypolls) વિજયી થયેલા ઉમેદવારો આજે શપથ લેવા જઈ રહ્યાં છે. આ પેટાચૂંટણીમાં (Gujarat Bypolls) ભાજપના જ ઉમેદવારોએ (Gujarat BJP Candidates) તમામ સીટો પર જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા હતા.

નવા ચૂંટાયેલા 8 ધારાસભ્યોમાં (Gujarat MLA) અબડાસાથી પ્રદ્યૂમન સિંહ જાડેજા, ડાંગથી વિજય પટેલ, ધારીથી જેવી કાકડિયા, ગઢડાથી આત્મારામ પરમાર, કપરાડાથી જીતુ ચૌધરી, કરજણથી અક્ષય પટેલ, લીંબડીથી કિરીટસિંહ રાણા અને મોરબી વિધાનસભા બેઠક પરથી વિજેતા થયેલા બ્રિજેશ મેરજા સામેલ છે.

આ પણ વાંચો: નગરોટા અથડામણમાં 4 આતંકવાદીઓ ઠાર, જમ્મુ-શ્રીનગર હાઈવે પર સુરક્ષા વધારાઈ 

નવા ધારાસભ્યોના (Gujarat MLA) શપથ વિશે ભાજપ પ્રવક્તા પંકજ દેસાઈએ જણાવ્યું કે, 8 બેઠકો પર જીતેલા ભાજપના ઉમેદવારો (Gujarat BJP Candidates) આજે લાભ પાંચમના દિવસે બપોરે 12:39 કલાકે ધારાસભ્ય તરીકેના શપથ લેશે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમની ઓફિસમાં તમામ ઉમેદવારોને શપથ લેવડાવશે. આ ઉમેદવારો સાથે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 111 પર પહોંચી છે.