Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > લીંબડી બેઠક પર સૌથી વધુ 14 ઉમેદવારો મેદાનમાં, ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર

લીંબડી બેઠક પર સૌથી વધુ 14 ઉમેદવારો મેદાનમાં, ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર

0
116
  • કપરાડા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા 4 ઉમેદવારો લડશે ચૂંટણી
  • ભાજપ-કોંગ્રેસના ક્યાં ઉમેદવારો વચ્ચે જામશે ખરાખરીનો જંગ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી (Gujarat Bypolls) માટે આજે મતદાન (Gujarat Voting) થવા જઈ રહ્યું છે, ત્યારે આ 8 બેઠકો પર 81 ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે.

પેટાચૂંટણી (Gujarat Bypolls) માટે સૌથી વધુ 14 ઉમેદવારો સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી બેઠક પરથી છે. જ્યારે સૌથી ઓછા 4 ઉમેદવાર દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાની કપરાડા બેઠક પરથી નોંધાયા છે. આ સિવાય બોટાદ જિલ્લાની ગઢડા અને મોરબી વિધાનસભા બેઠક પર 12-12 ઉમેદવારો ચૂંટણીના (Gujarat Byelection) મેદાનમાં છે.

જો અમરેલી જિલ્લાની વાત કરીએ તો, અહીંની ધારી વિધાનસભા બેઠક પર 11 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠક સિવાય ડાંગ બેઠક પર 9-9 ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે.

આ પણ વાંચો: ગુજરાત પેટાચૂંટણી: 8 બેઠકો પર આજે મતદાન, 10મીએ પરિણામ

ગુજરાતની તમામ બેઠકો પર સત્તાધારી ભાજપ (BJP) અને વિપક્ષ કોંગ્રેસ (Congress) વચ્ચે ખરાખરીનો જંગ છે. NCPએ પોતાનો કોઈ ઉમેદવાર પેટાચૂંટણી માટે ઉભો નથી રાખ્યો. જ્યારે ભારતીય ટ્રાઈબલ પાર્ટીએ પોતાના ઉમેદવારને ટિકિટ આપી છે.

» ભાજપ-કોંગ્રેસના ક્યાં ઉમેદવારો વચ્ચે જામશે ખરાખરીનો જંગ

બેઠક ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર
ધારી જે.વી. કાકડિયા સુરેશ કોટડિયા
મોરબી બ્રિજેશ મેરજા જયંતિ પટેલ
ગઢડા આત્મારામ પરમાર મોહન સોલંકી
કરજણ અક્ષય પટેલ કિરીટસિંહ જાડેજા
અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા શાંતિલાલ સેંઘાણી
ડાંગ વિજય પટેલ સૂર્યકાંત ગાવિત
કપરાડા જીતુ ચૌધરી બાબુ વરઠા
લીંબડી કિરીટસિંહ રાણા ચેતન ખાચર

જણાવી દઈએ કે, રાજ્યસભા ચૂંટણી પહેલા આ તમામ બેઠકો પરથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપી દીધુ હતું. આમ આ તમામ બેઠકો ખાલી થવાના કારણે અહીં પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ 8 ધારાસભ્યોમાંથી 5 નેતા ભાજપમાં સામેલ થઈ ગયા હતા, જેમને પાર્ટીએ ટિકિટ પણ આપી છે. ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર આજે 3 નવેમ્બરે મતદાન થશે, જ્યારે 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.