Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ગુજરાત પેટાચૂંટણી: ભાજપનો ઝંઝાવાતી પ્રચાર, CM રૂપાણી કરજણમાં ગજવશે સભા

ગુજરાત પેટાચૂંટણી: ભાજપનો ઝંઝાવાતી પ્રચાર, CM રૂપાણી કરજણમાં ગજવશે સભા

0
117

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી (Gujarat Bypolls) માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે સત્તાધારી ભાજપ (BJP) અને વિપક્ષ કોંગ્રેસે (Congress) ઝંઝાવાતી પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. મતદારોને રિઝવવા માટે તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે આજે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ ચૂંટણી સભાઓ ગજવવાના છે.

ભાજપના ઉમેદવારોના (BJP Candidates) સમર્થનમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)કરજણ અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા આજે મોરબી વિધાનસભા વિસ્તારની મુલાકાત લેવાના છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Rupani) આજે બપોરે 3:00 કલાકે કરજણ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અક્ષય પટેલના સમર્થનમાં જાહેર સભાને સંબોધવાના છે. જે બાદ સાંજે 6:30 કલાકે કરજણ ખાતે જ સ્થાનિક અગ્રણીઓ, વેપારી આગેવાનો અને વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ સાથેની બેઠકમાં હાજરી આપશે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાને માત આપનારાની સંખ્યા દોઢ લાખને પાર, રિકવરી રેટ 89.63%

આ સિવાય મોરબી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા આજે બપોરે 3:30 કલાકે માળીયા ખાતે જાહેર સભાને સંબોધશે. જે બાદ સાંજે 5:30 કલાકે જેતપર અને 7 વાગ્યે ચિત્રકૂટ ચોક, મોરબી ખાતે જાહેરસભા ગજવશે.

બીજી તરફ રાજ્યના કૃષિ મંત્રી આરસી ફળદૂ ધારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર જેવી કાકડિયાના સમર્થનમાં જાહેરસભા ગજવશે.