Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા 70%થી વધુ ઉમેદવારો ગ્રેજ્યૂએટ પણ નથી

ગુજરાત પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા 70%થી વધુ ઉમેદવારો ગ્રેજ્યૂએટ પણ નથી

0
204
  • 80 પૈકી 19 ઉમેદવારોએ ધોરણ 10 સુધી ભણેલા
  • ભાજપ-કોંગ્રેસના મળીને કુલ 8 ઉમેદવારો અંડર ગ્રેજ્યૂએટ
  • પેટાચૂંટણી લડી રહેલા ઉમેદવારોની સંપતિ, અભ્યાસ સહિતની વિગતો

આકીબ છીપા, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીમાં (Gujarat Bypolls) કુલ 81 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જો કે 80 ઉમેદવારી પૈકી 58 ઉમેદવારો ગ્રેજ્યુએટ (Candidates Education) પણ નથી, એટલે કે આ 8 બેઠકો પર ચૂંટણી લડનારા 71 ટકા ઉમેદવાર સ્નાતક સુધીનો અભ્યાસ પણ કર્યો નથી.

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી (Gujarat Bypolls) મુદ્દે ADR (એસસોશિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં જણાવામાં આવ્યું છે કે, 80 પૈકી 19 ઉમેદવારોએ માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ (Candidates Education) કર્યો છે. ધોરણ 10થી ઓછો અભ્યાસ કરનારા ઉમેદવારોની સંખ્યા 46 છે. જે કુલ ઉમેદવારોના લગભગ 57 ટકા જેટલા થાય છે. સ્નાતક કે તેનાથી વધુ અભ્યાસ ધરાવતા ઉમેદવારોની સંખ્યા 23 છે. પેટાચૂંટણીમાં 3 નિરક્ષર ઉમેદવારોએ પણ અલગ-અલગ બેઠકોથી ઉમેદવારી નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે, આ પેટાચૂંટણીમાં (Gujarat Bypolls) કોંગ્રેસ-ભાજપના કુલ 16 ઉમેદવારો મેદાનમાં છે. જે પૈકી 8 ઉમેદવારોએ ધોરણ 12 સુધીનો જ અભ્યાસ કર્યો છે એટલે કે અંડર ગ્રેજ્યુએટ છે. 4 ઉમેદવાર ભાજપ, જ્યારે 4 કોંગ્રેસના ઉમેદવારો સ્નાતક (Candidates Education) પણ નથી.

ભાજપના 8 પૈકી 4 ઉમેદવારો ધોરણ -12 સુધીનો અભ્યાસ કર્યો છે.

→ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા અને કરજણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ ધોરણ 12 સુધીનો અભ્યાસ ધરાવે છે અને તેમની પાસે કુલ 5 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

→ સુરેન્દ્રનગરની લીમડી બેઠકથી ભાજપના ઉમેદવાર કિરીટ સિંહ રાણા ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને તેમની પાસે કુલ 2.22 કરોડની સંપત્તિ છે.

→ ડાંગ બેઠકથી ભાજપના ઉમેદવાર વિજય પટેલે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની કુલ સંપત્તિ 1.57 કરોડની છે.

→ કપરાડા બેઠકથી ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી ધોરણ 8 પાસ છે. તેઓ 1.44 કરોડની કુલ સંપત્તિ ધરાવે છે.

કોંગ્રેસના 8 પૈકી 4 ઉમેદવારોએ ધોરણ-12 સુધીનો અભ્યાસ કર્યો છે.

→ કોંગ્રેસે ગઢડા બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરેલા મોહન સોલંકી માત્ર ધોરણ 8 સુધીનો અભ્યાસ ધરાવે છે. તેમના પાસે કુલ 8.60 કરોડની સંપત્તિ છે.

→ સુરેન્દ્રનગરની લીંમડી બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ચેતનભાઈ ખચર ધોરણ-12 સુધી અભ્યાસ ધરાવે છે. તેમની પાસે કુલ 5.02 કરોડની સંપત્તિ છે.

→ કપરાડા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઇ પટેલ ધોરણ – 10 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે કુલ 52 લાખની સંપત્તિ છે.

→ અમરેલીની ધારી બેઠક પરથી કોંગ્રેસના સુરેશ કોટડીયા ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે કુલ સંપત્તિ 1.51 કરોડ રૂપિયાની છે.

આ પણ વાંચો: કોરોના સહાય આપવામાં વિલંબ, કેશોદ ચીફ ઓફિસરને અહેવાલ રજૂ કરવા હુકમ

ઉલ્લેખનીય છે કે, 8 બેઠકો પરની પેટાચૂંટણીમાં (Gujarat Bypolls) 80 ઉમેદવારોનું કરવામાં આવેલા વિશ્લેષણમાં માત્ર 3 મહિલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર 80 પૈકી 35 ઉમેદવારોની વય 50 વર્ષથી વધુની છે.