Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > BREAKING: કોરોનામાં કોંગ્રેસીઓ જયપુરના રિસોર્ટમાં દારૂ પી સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતાઃ રૂપાણી

BREAKING: કોરોનામાં કોંગ્રેસીઓ જયપુરના રિસોર્ટમાં દારૂ પી સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતાઃ રૂપાણી

0
89

અબડાસાઃ ગુજરાતમાં આઠ બેઠકોની પેટાચૂંટણીમાં અબડાસાની બેઠકમાં ચૂંટણીપ્રચાર દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા (gujarat-byelection-rupani)જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના ફેલાઈ રહ્યો હતો ત્યારે કોંગ્રેસના વિધાનસભ્યો જયપુરમાં રિસોર્ટમાં દારૂ પીને સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતા.

પ્રજાને મુશ્કેલી હોય ત્યારે કોંગ્રેસી નેતાઓ અદ્રશ્યઃ રૂપાણી

મુશ્કેલીના આ સમયે લોકોની જોડે રહેવાના બદલે કોંગ્રેસને નેતાઓ જયપુરમાં શું કરતા હતા તેનો જવાબ તેઓ આપે. આ ઉપરાંત બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે કોંગ્રેસના નેતાઓ બેંગ્લુરુના રિસોર્ટમાં હતા. આમ પ્રજાને મુશ્કેલી આવે ત્યારે કોંગ્રેસના નેતાઓ અદ્રશ્ય કેમ થઈ જાય છે તેનો જવાબ પહેલા તે પ્રજાને આપે.

આ પણ વાંચોઃ અમુલ ડેરી ચૂંટણી : સરકારી પ્રતિનિધિ તરીકે નીમાયેલા ત્રણ ડિરેક્ટરોના મત સીલ કવરમાં રખાય; હાઈકોર્ટ

કોંગ્રેસની કઈ સરકારે વિદ્યાર્થીઓની ફી માફ કરી

આજે તેઓ શાળાઓની ફી માફીની વાત કરે છે તો ભાજપ સરકારે વર્તમાન સ્થિતિમાં 25 ટકા ફી માફ કરાવી છે પણ કોંગ્રેસ શાસિત રાજ્યોએ કેટલી ફી માફ કરી છે તેની વાત તેઓ તેમ કહેતા નથી. આ સિવાય વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે કોંગ્રેસે નર્મદા યોજનાનું કામ સાત વર્ષ સુધી ટલ્લે ચડાવ્યુ હતુ.

હવે તેઓએ નર્મદા યોજનાનું કામ ટલ્લે કેમ ચઢાવ્યું હતુ તેનો જવાબ તેમણે ન આપ્યો પણ પ્રજાએ જરૂર આપી દીધો. આ જ કારણથી તો કોંગ્રેસને મતદારોએ જાકારો આપ્યો છે. તેથી જ કોંગ્રેસ ખેડૂત વિરોધી છે. હવે આ જ ખેડૂત વિરોધી કોંગ્રેસ ભાજપને ખેડૂત વિરોધી ચીતરવા માંગે છે.

આ પણ વાંચોઃ કલામંદિર જ્વેલર્સ કરચોરી મામલોઃ પોતાને ત્યાં IT દરોડો પડતા BJP નેતા શર્મા ધરણાં પર

ગુજરાતમાં દારુબંધી નથી દારુ છે ગૃહઉદ્યોગઃ અમિત ચાવડા

તેની સામે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપના રાજમાં દારુ જાણે ગૃહઉદ્યોગ બની ગયો હોય તેવી સ્થિતિ છે. દારુના હપ્તા છેક સીએમ કાર્યાલય સુધી પહોંચે છે. દારૂબંધીનો અમલ ફક્ત કાગળ પર થાય છે. ગામડાના લોકોમાં પ્રાથમિક સગવડોનો અભાવ છે. શહેરી વિસ્તારોમાં સમાવેશ કર્યા પછી ગામડાઓને પાંચ-પાંચ વર્ષ સુધી પાયાની સગવડો મળતી નથી.