Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત પેટાચૂંટણી: હાર્દિક પટેલની મોરબીમાં સભા, ભાજપ પર કર્યા પ્રહાર

ગુજરાત પેટાચૂંટણી: હાર્દિક પટેલની મોરબીમાં સભા, ભાજપ પર કર્યા પ્રહાર

0
66

મોરબી: ગુજરાતની ખાલી પડેલી આઠ બેઠકો પર ચૂંટણી યોજાવવાની છે. રાજ્યના બંને મુખ્ય પક્ષ ભાજપ કોંગ્રેસ આ બેઠકો પર જીત મેળવવા ખૂબ જ મહેનત કરી રહ્યા છે. ત્યારે મોરબી પ્રવાસે ગયેલા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ભાજપ પર પ્રહારો કર્યા હતા અને આ બેઠક પર પ્રચાર કરવા આવેલી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને ધારદાર સવાલો કર્યા હતા.

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસના ઉમેદવાર જ્યંતી પટેલને જીતાડવા ગામે ગામના પ્રશ્નો જાણવા અને તાગ મેળવવા મોરબી પ્રવાસે છે. તે જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી પ્રવાસ કરી રહ્યો છે ત્યારે શુક્રવારે હાર્દિક પટેલે મોરબી શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કર્યો હતો અને ખેડૂતો તેમજ ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો જાણ્યા હતાં. તેમજ ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ગામમાં કોંગ્રેસને સારુ સમર્થન મળ્યું છે તો બીજી બાજુ હાર્દિક પટેલને સાંભળવા 2 હજાર થી વધુ જનમેદની ઉમટી પડી હતી.

આ પણ વાંચો: પેટાચૂંટણી ટાણે જ સીએમની કોલર ટ્યુન કેમઃ કોંગ્રેસની ચૂંટણીપંચને ફરિયાદ

હાર્દિક પટેલે સભાને સંબોધી ભાજપ અને આજે મોરબી આવેલા સ્મૃતિ ઈરાનીને ધારદાર સવાલો કર્યાં હતાં એટલું જ નહીં તેને ભાજપ દ્વારા ફક્ત વાયદાઓ જ કર્યા હોવાના આક્ષેપો કરી અને આજે સ્મૃતિ ઈરાનીની સભાને વરરાજા વિનાની જાન ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે શુક્રવારે ભાજપની સભામાં સ્મૃતિ ઈરાનીની હાજરીમાં ખુદ ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા જ હાજર ન હતા જેને લિધે અનેક તર્ક વિતર્ક સર્જાયા હતાં. ત્યારે હાર્દિકે સીધું સ્મૃતિ ઈરાની પર નિશાન તાક્યું હતું સાથે જ સ્મૃતિ ઈરાનીએ હાર્દિકને કોંગ્રેસનો નોકરિયાત ગણાવ્યો હતો.

ત્યારે હાર્દિકે પણ કોંગ્રેસ સારી છે નોકરીએ તો રાખે છે ભાજપની જેમ ગદ્દારોને સ્થાન નથી આપતી તેમ કહ્યું હતુ. તેની સાથે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતુ કે 2015થી રસ્તાઓ હજુ પણ એવાને એવા જ છે. હાર્દિકે લોકોના પ્રશ્નોને વાચા આપવા ફરી જયંતિ પટેલને 25 હજારની લીડથી જીતાડવા પણ જેતપરની પ્રજા ને અપીલ કરી છે. ત્યારે ભાજપના કાર્યક્રમ માં જ તેના કાર્યકરો ના ખિસ્સા કપાઈ ગયા ની વાત પર નિશાન તાકી ભાજપના લોકો આખા દેશને કાતરી ગયા છે ત્યારે ખીસ્સા કાતરું નો શુ વાંક છે તેવી રમુજી ટિપ્પણી કરી હતી મોરબીના જેતપર ખાતે હાર્દિક પટેલે મંદિરમાં દર્શન કરી અને બાદમાં લીંબડી ખાતે જવા રવાના થયા છે સાથે જ આગામી એન્ટ્રી વિજય સરઘસ સમયે કરવા પણ જેતપર ના લોકોને વચન આપ્યું છે.