Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 18 લાખ કરોડની લૂંટઃ કેન્દ્રએ નાગરિકોના ખિસ્સામાંથી આટલી જંગી રકમ કેવી રીતે ખંખેરી?

18 લાખ કરોડની લૂંટઃ કેન્દ્રએ નાગરિકોના ખિસ્સામાંથી આટલી જંગી રકમ કેવી રીતે ખંખેરી?

0
126
  • કેન્દ્રએ પેટ્રોલમાં 258 ટકા અને ડીઝલમાં 820 ટકા ડ્યુટી વધારી નાગરિકોના ખિસ્સા ખાલી કર્યા Byelection gujarat
  • જે પેટ્રોલ પ્રતિ લિટર 20 રૂપિયા આપી શકાય તેને 78 રૂપિયે આપી ચલાવાઈ રહી છે લૂંટ 
  • ડુંગળીનો ભાવ 2014માં પ્રતિ કિલો 8 રૂપિયા હતો તે ઓક્ટોબર 2020માં પ્રતિ કિલો 80 રૂપિયા  Byelection gujarat
  • બટાટાનો ભાવ પ્રતિ કિલો 14 રૂપિયાથી વધીને પ્રતિ કિલો 50 રૂપિયા
  • ભાજપ શાસનના છ વર્ષની ફળશ્રુતિ, અર્થતંત્ર તળિયે અને ધંધો-રોજગાર બેસી ગયા Byelection gujarat

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીના પ્રચાર વધુને વધુ આકરો (gujarat-byelection-congress-manish doshi)થતો જાય છે. તેમા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર આરોપ મૂકતા જણાવ્યું છે કે એનડીએ સરકારે છેલ્લા છ વર્ષમાં પેટ્રોલની એક્સાઇઝ ડ્યુટીમાં (Byelection gujarat) 8 ટકા અને ડીઝલની આબકારી જકાતમાં 820 ટકા વધારો કરી સામાન્ય નાગરિકોના ખિસ્સામાંથી 18 લાખ કરોડ ખંખેરી લીધા છે. Byelections news

ભાજપની સરકાર 2014માં સત્તા પર આવી (Gujarat-byelection-Congress allegation) ત્યારે પેટ્રોલ પર પ્રતિ લિટર 9.20 રૂપિયા અને ડીઝલ પર 3.20 રૂપિયાની આબકારી જકાત હતી. તે સમયે ક્રૂડ ઓઇલનો આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ 108 ડોલર હતો. તેથી ભાજપે સત્તા સંભાળી ત્યારે પ્રતિ લિટર ક્રૂડ 40 રૂપિયા થાય. તેની સામે આજે ક્રૂડ ઓઇલનો આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ 42.62 ડોલર છે. Byelections news

આ પણ વાંચોઃ સુરતમાં ભાજપ ઉમેદવારની સભામાં કોંગ્રેસની કોર્પોરેટરના પતિ અને કાર્યકરે ઇંડા નાંખ્યા

આ જોતા પ્રતિ લિટર 26ના ભાવે તેની (Byelection gujarat)ખરીદી થાય છે. હવે જો ભાજપ સરકાર વેટ ઘટાડે તો પેટ્રોલ-ડીઝલ પ્રતિ લિટર 50 રૂપિયામાં આપી શકાય. આમ પ્રતિ લિટર 20 રૂપિયાના ભાવનું આંતરરાષ્ટ્રીય બજારનું પેટ્રોલ દેશના નાગરિકોને પ્રતિ લિટર 78.54, ડીઝલ 75.87 લિટરે વેચીને દેશના નાગરિકોને લૂંટવામાં આવી રહ્યા છે. આમ છેલ્લા છ વર્ષમાં પેટ્રોલ પર પ્રતિ લિટર 23.79 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 28.37 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો. Byelections news

આ પણ વાંચોઃ BREAKING: કોંગ્રેસે ફક્ત ગરીબી હટાવોના સૂત્ર જ આપ્યાઃ પાટિલ

મનીષ દોશીએ આ સાથે તેલિયા રાજાઓ સાથે(gujarat-byelection-congress-manish doshi) શાસક પક્ષની મિલીભગતના લીધે પ્રજાને તહેવારોના સમયે જ તેલના ભાવનો ડામ મળ્યો છે. આજે તેના લીધે સીંગતેલના ડબાનો ભાવ 2,360 રૂપિયા થઈ ગયો છે. ફક્ત સીંગતેલ જ નહી, પેટ્રોલ-ડીઝલની સાથે ગેસ દૂધ, દાળ,ચોખા, અનાજ, શાકભાજી બધાના ભાવ વધ્યા છે. આમ ભાજપના રાજમાં મોંઘવારીએ માઝા મૂકી છે અને સંગ્રહાખોરો બેફામ બન્યા છે. બટાકા-ડુંગળીના ભાવે સો રૂપિયે આંબવા આવ્યા છે.

આ પણ વાંચોઃ BREAKING: ભાજપ પ્રમુખ સી આર. પાટિલ પર છે 107 પોલીસ કેસઃ અર્જુન મોઢવાડિયા

દેશમાં ફુગાવાનો દર ટોચે 7.34 ટકા છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 7.59 ટકા છે, ખાદ્યાન્ન ફુગાવો 11.8 ટકા છે, શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે, ટ્રાન્સપોર્ટ કમ્યુનિકેશનમાં 6.08 ટકાનો ઊંચો દર છે. (gujarat-byelection-congress-manish doshi)રૂપિયો નબળો છે, અર્થતંત્ર તળિયે પહોંચી ગયુ છે, ભારતનો વેપાર જ નહીવત થઈ ગયો છે, જથ્થાબંધ ભાવાંક ઉચકાયો છે, ઔદ્યોગિક ઉત્પાદન ઘટ્યુ છે અને બીજી બાજુ બચતના વ્યાજદર સતત ઘટી રહ્યા છે આ છે ભાજપ સરકારનું સરવૈયુ. કેન્દ્ર સરકારે દેશની જનતા સાથે મોટી છેતરપિંડી કરી છે. મોંઘવારી છેલ્લા છ વર્ષની સર્વોચ્ચ સપાટીએ છે. મોંઘવારી, બેરોજગારી, કાળા બજારિયા, સંગ્રહખોરી બેકાબુ બની છે.

શાકભાજીના ભાવમાં 60 ટકા વધારો, વિવિધ દાળોના ભાવમાં 30થી 50 ટકા વધારો થયો છે. 2014માં ડુંગળીના ભાવ પ્રતિ કિલો 8 રૂપિયે હતા જે ઓક્ટોબર 2020માં પ્રતિ કિલો 80 રૂપિયા છે. (gujarat-byelection-congress-manish doshi)બટાકા પ્રતિ કિલો 14 રૂપિયાથી વધી પ્રતિકિલો 50 રૂપિયા થયા છે. શાકભાજી, બટાટા, ડુંગળી સહિત જીવન જરૂરિયાત ચીજવસ્તુનો ભાવ વધારાનો લાભ વચેટિયા, કાળાબજારિયા, સંગ્રહખોરો લઈ ગયા છે. તેઓ સરકારના આશીર્વાદ હેઠળ સુનિયોજિત લૂંટ ચલાવી રહ્યા છે.