Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ગુજરાત પેટાચૂંટણીઃ આવતીકાલે શુક્રવારે કેન્દ્રીય મંત્રીઓ જાહેરસભાઓ ગજવશે

ગુજરાત પેટાચૂંટણીઃ આવતીકાલે શુક્રવારે કેન્દ્રીય મંત્રીઓ જાહેરસભાઓ ગજવશે

0
101
  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની એક જ દિવસમાં ચાર બેઠકો પર જાહેરસભા સંબોધશે
  • મુખ્યમંત્રી બાદ હવે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અબડાસા પ્રવાસે

અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે આજથી કોંગ્રેસ અને ભાજપ બંને રાજકીય પક્ષોએ જાહેરસભાઓ યોજીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપો કરીને રાજકીય ગરમાવો ફેલાવી દીધો છે. આવતીકાલે (Gujarat-byelection-Central ministers) તા 23મીના રોજ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ગુજરાતના પ્રવાસે છે.

તેઓ એક જ દિવસમાં મોરબી, લીંબડી, ગઢડા અને કરજણ વિધાનસભામાં તથા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ધારી વિધાનસભા અંતર્ગત ચુંટણી પ્રવાસ યોજાશે.

આ પણ વાંચોઃ ગુજરાત પેટાચૂંટણી: PM મોદી, અમિત શાહ તથા CM રૂપાણીના ફેસમાસ્કનો ક્રેઝ

વિધાનસભાની આઠ બેઠકોની આગામી 3જી નવેમ્બરના રોજ પેટાચૂંટણી(Gujarat-byelection-Central ministers) છે. આ પેટાચૂંટણીને અનુલક્ષીને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અબડાસા ખાતે જાહેર સભા યોજીને પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. જયારે આ જ અબડાસામાં આવતીકાલે 23 ઓક્ટોબરના રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ચૂંટણી પ્રવાસે જઈ રહ્યા છે.

તેમના અબડાસા વિધાનસભાના પ્રવાસ દરમિયાન તેઓ તે વિસ્તારના સામાજિક અગ્રણીઓ,સમાજ શ્રેષ્ઠીઓ, સહકારી આગેવાનો તેમજ વેપારી મંડળના આગેવાનો તથા ભાજપા કાર્યકર્તાઓ સાથે બેઠકો કરશે.(Gujarat-byelection-Central ministers)

આ પણ વાંચોઃ BREAKING: કોરોનામાં કોંગ્રેસીઓ જયપુરના રિસોર્ટમાં દારૂ પી સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતાઃ રૂપાણી

ગુજરાત પ્રદેશ ભાજપ દ્રારા ચૂંટણી પ્રવાસની વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આવતીકાલે 23 ઓક્ટોબરના રોજ મોરબી વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાના સમર્થનમાં (Gujarat-byelection-Central ministers)સવારે દસ વાગે ગુજરાત હાઉસિંગ બોર્ડ ,મોરબી ખાતે અને ત્યારબાદ લીંબડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાના સમર્થનમાં બપોરે સવા વાગે  લીંબડી ખાતે જાહેરસભાને સંબોધશે.

આ ઉપરાંત સ્મૃતિ ઈરાની ગઢડા વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર આત્મારામભાઇ પરમારના સમર્થનમાં સાંજે 4-30 વાગે  પીટીસી કોલેજ, ગઢડા ખાતે અને રાત્રે આઠ કલાકે કરજણ વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર અક્ષયભાઈ પટેલના સમર્થનમાં મિયાગામ કરજણ ખાતે જાહેરસભાઓ સંબોધશે. (Gujarat-byelection-Central ministers)

જ્યારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા આવતીકાલે 23 ઓક્ટોબરના રોજ ધારી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર જે.વી. કાકડિયાના સમર્થનમાં સવારે દસ વાગે બગસરા ખાતે(Gujarat-byelection-Central ministers) અને બપોરે ત્રણ વાગે ધારી ખાતે સહકારી ક્ષેત્રના આગેવાનો, સામાજિક અગ્રણીઓ, વેપારી મંડળના આગેવાનો, જુદી જુદી સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાના શ્રેષ્ઠીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ સાંજે છ વાગે મોટા સમઢિયાળા અને રાત્રે આઠ વાગે ચલાલા ખાતે જાહેરસભા સંબોધશે.