Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > BREAKING: પેટાચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસમાં આયારામ-ગયારામની દોડ તીવ્ર બની

BREAKING: પેટાચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસમાં આયારામ-ગયારામની દોડ તીવ્ર બની

0
164

મહેસાણા અને અરવલ્લી જિલ્લાની ભાજપની સોશિયલ મીડિયા ટીમના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં

અમદાવાદઃ એકબાજુ મોરબીમાં કોંગ્રેસના કાર્યકરો (Gujarat-byelection-ayaram-gayaram news)ભાજપમાં ભળ્યા છે તે મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં ભાજપની સૌશિયલ મીડિયા ટીમના 200થી વધારે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. આના પગલે મહેસાણા અને અરવલ્લી ભાજપમાં ભૂકંપ આવ્યો છે. સામાન્ય રીતે મહેસાણા અને અરવલ્લી વિસ્તારને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ રીતે ભાજપના કાર્યકરો જોડાતા આના પરથી પક્ષની અંદર કેટલો આંતરિક અસંતોષ અને ધૂંધવાટ છે તે દેખાઈ આવે છે.

આ પણ વાંચોઃ BREAKING: ભાજપના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર પક્ષમાંથી રાજીનામું આપવાની તૈયારીમાં

કોંગ્રેસમાં જોડાયેલા ભાજપના કાર્યકરોનું કહેવું છે કે ભાજપે (Gujarat-byelection-ayaram-gayaram news) જો આયાતી ઉમેદવારો જ અમારા માથે મારવા હોય તો પછી કોંગ્રેસમાં જોડાવવામાં શું ખોટું છે. તેઓએ આ ઉપરાંત જિલ્લાના એકમ અને સંગઠન પર પણ આરોપ મૂકયા હતા. તેઓ સ્થાનિક વિધાનસભ્ય અને સાંસદથી પણ નારાજ હોવાનું તેમણે કહ્યું હતું.

આ પહેલા ચૂંટણી પૂર્વે પક્ષપલટાનું રાજકારણ ગરમ થતા મોરબી નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખ કેતન વિલપરા સહિત નગરપાલિકા સભ્ય બિપિન દેત્રોજા, નવીન ઘુમલીયા, અશોક કાંજીયા, જીતેન્દ્ર ફેફર, ઈદરીશ જેડા, જયદીપસિંહ રાઠોડ અને અરુણા બા જાડેજા ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાત પેટાચૂંટણી: ભાજપ બાદ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અનેક વાર કહીં ચૂક્યા છે કોંગ્રેસના એક પણ સભ્યોને ભાજપમાં સામેલ નહી કરવામાં આવે.

કોંગ્રેસના સભ્યો માટે ભાજપના દ્વાર બંધ થઇ ચૂક્યા છે, ત્યારે હવે મોરબીના કોંગ્રેસના કિશોર ચિખલીયા અને મોરબી નગરપાલિકાના પ્રમુખ સહિત કોંગ્રેસના વધુ આઠ સભ્યોએ કેસરિયો ખેસ ધારણ કરશે, ત્યારે એવું લાગી રહ્યું છે કે, “હાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા”.