Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત પેટાચૂંટણીમાં કોને મળશે ટિકિટ?, અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી

ગુજરાત પેટાચૂંટણીમાં કોને મળશે ટિકિટ?, અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી

0
171
  • સ્થાનિક કક્ષાએ જેમનું પ્રભુત્વ હશે તેને જ ટિકિટ મળશે: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ

  • સ્થાનિક સંગઠન સાથે ચર્ચા કરીને નામ તૈયાર કર્યા છે

  • બે અને ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની આગામી 3જી નવેમ્બરના રોજ પેટા ચુંટણી યોજાવાની છે. આ પેટાચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવા માટે બે દિવસથી કોંગ્રેસ દ્વારા કવાયત ચાલતી હતી. આજે કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda)એ જણાવ્યું હતું કે સ્થાનિક સંગઠન સાથે ચર્ચા કરીને નામ તૈયાર કરાયા છે. સ્થાનિક કક્ષાએ જેમનું પ્રભુત્વ હશે તેમને જ ટિકિટ મળશે. ઉમેદવારો સ્થાનિક લોકોએ જ નક્કી કર્યા છે.
તેમણે વધુમા જણાવ્યું કે, બે અને ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે. અમે સ્થાનિક મુદ્દાઓ સાથે લોકો વચ્ચે જઈશું. પ્રજા અને પક્ષ સાથે બળવો કરનારને લોકો ઘરે બેસાડશે. કોંગ્રેસ તમામ 8 બેઠકો જીતશે.

ગુજરાત સરકારે શાળાઓની ફીમાં 25 ટકા ઘટાડો કર્યો છે તે અંગે તેમણે (Amit Chavda) પત્રકારોને જણાવ્યું હતુ કે શાળાઓની પહેલા સત્રની ફી માફ થવી જોઇએ. શાળા શરૂ થઇ નથી તો ફી શું કામ ભરવાની, અમે 25 ટકા ફી માફીના સરકારી નિર્ણયનો વિરોધ કરીએ છીએ. ગુજરાતભરમાં ફી ભરવાના નિર્ણયનો વિરોધ થશે. દરેક જિલ્લામાં બીજી ઓક્ટોબરે દિવસભર વિરોધ કરીશું. ખેડૂતોને પાક વિમો મળ્યો નથી. સરકારે માત્ર નુકસાનીનું વળતર આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારના ત્રણ કાયદાના કારણે ખેડૂતો બરબાદ થશે. (Amit Chavda)

આ પણ વાંચો: Exclusive: ડ્રગ્સ રેકેટનો આરોપી આદિલ છે કરોડપતિ, હોટલો અને પેટ્રોલ પંપોનો છે માલિક

કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં કોંગ્રેસના હોદ્દેદારોની નિરીક્ષકો સાથે આજે બેઠક યોજાઇ હતી. ગઇકાલે મંગળવારે યોજાયેલી બેઠકમાં પાંચ બેઠકો અબડાસા, કરજણ, મોરબી, લિંબડી, ગઢડાની પેનલના નામોની ચર્ચા પૂર્ણ થઇ હતી. આજે કપરાડા, ડાંગ તથા ધારીની બેઠકો પરના ઉમેદવારોની શોધ માટેની ચર્ચાઓ નિરીક્ષકો સાથે થઇ હતી. જેમાં નિરીક્ષકોની સેન્સ લેવામાં આવી હતી. આ બેઠકો પરના ઉમેદવારના નામો પસંદગીની પ્રક્રિયા આજે પૂર્ણ થઇ હતી. હવે તમામ બેઠકોની પેનલના નામો દિલ્હી પાર્લામેન્ટ બોર્ડને મોકલવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાત પેટાચૂંટણી: ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન

ઉલ્લેખનીય છે કે, અબડાસા, કરજણ, ધારી, મોરબી, કપરાડા, ડાંગ, ગઢડા તથા લીંબડીના કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતાં બેઠકો ખાલી પડી હતી.

ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પેટા ચૂંટણીના જિલ્લા તથા તાલુકા પ્રમુખો સાથે બેઠક યોજવામાં આવી હતી. બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમને ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.