Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > BREAKING : CM રૂપાણીનું નિવેદન – પેટાચૂંટણી બાદ પણ કોંગ્રેસ તૂટવાની છે

BREAKING : CM રૂપાણીનું નિવેદન – પેટાચૂંટણી બાદ પણ કોંગ્રેસ તૂટવાની છે

0
71

કપરાડા : હાલમાં ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર-પ્રસાર શરૂ છે(gujarat by election news). ત્યારે એવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કપરાડાના નાનાપોંઢા ખાતે પ્રચાર પ્રસાર કરવા પહોંચ્યા છે. જ્યાં તેઓ જાહેર સભા સંબોધી રહ્યાં છે. સીએમ રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, “કોંગ્રેસના નેતાઓ પર લોકોને વિશ્વાસ જ નથી. કોંગ્રેસને કાયમી માટે દફનાવવાની છે. દેશ અને ગુજરાતમાં કોંગ્રેસ તૂટી ગઇ છે. કોંગ્રેસ માત્ર વિરોધનું નાટક કરે છે. શંકરસિંહે 13 MLA સાથે કોંગ્રેસ છોડી હતી. હવે 8 ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી છે. કોંગ્રેસે માત્ર ગંદુ રાજકારણ કરવું છે. કોંગ્રેસથી કંટાળીને જીતુભાઇ ચૌધરી ભાજપમાં જોડાઇ ગયા છે. પેટાચૂંટણી બાદ પણ કોંગ્રેસ તૂટવાની છે. ગુજરાતમાં પહેલી વાર કોંગ્રેસ નથી તૂટી. કોંગ્રેસના નેતાઓ ગાંડા થઇ ગયા છે.”

આ પણ વાંચો: BREAKING : સી-પ્લેન કેવડિયા ખાતે આવી પહોંચ્યું, થોડી વારમાં પહોંચશે અમદાવાદ

gujarat by election news

વધુમાં તેમણે સભાને સંબોધન કરતા જણાવ્યું કે, “સમગ્ર દેશમાં કોંગ્રેસ ભાગી ગઈ છે, તૂટી ગઈ છે, તે ડૂબતી નાવ છે(gujarat by election news). કોંગ્રેસના કોફિનમાં છેલ્લો ખીલો ઠોકવાનો સમય આવી ગયો છે. સમગ્ર દેશમાં કોંગ્રેસના નેતાઓ પરિવારવાદને કારણે ત્રાસીને હવે તેમાંથી મુક્તિ મેળવવાના પ્રયાસ કરે છે. દેશના હિત માટે તેમજ વ્યક્તિગત હિત માટે જીતુભાઈ ચૌધરી ભાજપમાં આવ્યાં છે. ભૂતકાળમાં કોંગ્રેસના લોકોએ ખજૂરાહોમાં જઈને કોંગ્રેસ તોડી હતી એ હજુ ભૂલ્યા નથી અને હવે તમે પક્ષપલટુની વાત કરો છો. તમારામાં સંનિષ્ઠ માણસોની કદર નથી એટલાં માટે જ સારા માણસો કોંગ્રેસ છોડી રહ્યાં છે. હજુ પણ કોંગ્રેસમાં એટલો અસંતોષ પડ્યો છે. હું આજે એક ખાત્રી આપવા આવ્યો છું કે વલસાડમાં બાકી બધે કમળ હતું. હવે કપરાડામાં 3 તારીખે કમળને મત આપો. આવતા સમયમાં હું કામ કરીશ. કપરાડાને અમે સવાયું આપીશું. gujarat by election news