Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > BREAKING : મોરબી-ગઢડા બેઠકના કોંગી ઉમેદવારોની ચૂંટણીપંચને ફરિયાદ

BREAKING : મોરબી-ગઢડા બેઠકના કોંગી ઉમેદવારોની ચૂંટણીપંચને ફરિયાદ

0
184
  • મોરબી બેઠક : પોલીસનો ઉપયોગ કરી ભયનો માહોલ સર્જવાનો જયંતિ પટેલનો આક્ષેપ
  • ગઢડા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીની ચૂંટણીપંચને ફરિયાદ
  • બોગસ વોટિંગ કરવા માટે સ્થાનિક આગેવાનોને PSIએ ધમકી આપી હોવાની ફરિયાદ

અમદાવાદ : રાજ્યમાં આવતી કાલે વિધાનસભાની આઠ બેઠકોને લઇને પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. જેમાં રાજ્યની આઠ બેઠકોમાં ધારી, મોરબી, ગઢડા, કરજણ, અબડાસા, ડાંગ, કપરાડા અને લીંબડી બેઠક પરથી પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે વિધાનસભાની બે બેઠકોમાં મોરબી અને ગઢડા બેઠકના કોંગ્રેસી ઉમેદવારોએ ચૂંટણીપંચને ફરિયાદ કરી છે. જેમાં ગઢડા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ ચૂંટણીપંચને ફરિયાદ કરી છે. ગોંડલ DSP ઓફિસના પીએસઆઇ રિઝવી સામે ફરિયાદ કરી છે.

નોંધનીય છે કે, ગઢડા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ ચૂંટણીપંચને ફરિયાદ કરી છે. ગોંડલ DSP ઓફિસના પીએસઆઇ રિઝવી સામે તેઓએ ફરિયાદ કરી છે. સ્થાનિક આગેવાનોને ધમકી આપી હોવાનો ફરિયાદમાં આરોપ લગાવ્યો છે. બોગસ વોટિંગ કરવા માટે સ્થાનિક આગેવાનોને PSIએ ધમકી આપી હોવાની ફરિયાદ કરી છે. જેથી EC (ઇલેક્શન કમિશને) સ્થાનિક રેન્જના ડીઆઇજીને પીએસઆઇ રિઝવી સામે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઇએ કે રિઝવીએ ખોપાળા ગામની મુલાકાત લીધી હતી.

morbi seat congress jayanti patel

 

(મોરબી બેઠકના કોંગી ઉમેદવાર જયંતિ પટેલ)

આ ઉપરાંત મોરબી બેઠક પરના કોંગ્રેસી ઉમેદવારે પણ ચૂંટણી નિરીક્ષકને પત્ર લખી ફરિયાદ કરી છે. મોરબી બેઠકના કોંગી ઉમેદવાર જયંતિ પટેલે મુખ્ય ચૂંટણી નિરીક્ષકને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ લઘુમતી મતદારોના પ્રભુત્વવાળા વિસ્તારોમાં ભય ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. મતદારો પર ભયનો માહોલ ઊભો કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. પોલીસનો ઉપયોગ કરીને ભયનો માહોલ સર્જવાનો જયંતિ પટેલે આક્ષેપ લગાવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટેની પેટાચૂંટણીની યોજાશે. જેમાં ધારી, મોરબી, ગઢડા, કરજણ, અબડાસા, ડાંગ, કપરાડા અને લીંબડી બેઠક પરથી પેટાચૂંટણી યોજાશે. જેમાં કુલ 18 લાખ 75 હજાર 32 મતદારો મતદાન કરશે. જેમાં 9 લાખ 69 હજાર 834 પુરુષ મતદારો અને 9 લાખ 5 હજાર 170 મહિલા મતદારો છે. 1807 મતદાન સ્થળોમાં 3024 મતદાન મથકોમાં મતદાન યોજાશે. કોવિડના કારણે એક મતદાન મથકમાં 1500ની જગ્યાએ 1 હજાર મતદારો મતદાન કરશે. કુલ 81 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે.