Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > Morbi Seat: પાટીદારોના ગઢમાં કોણ પાડશે ગાબડુ, મતદારો કોની તરફ?

Morbi Seat: પાટીદારોના ગઢમાં કોણ પાડશે ગાબડુ, મતદારો કોની તરફ?

0
199
  • Morbi Seat પર રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે
  • કુલ  2,55,971માંથી પાટીદાર મતદારો 70,000 છે

મોરબીઃ ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકો પર 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે. જેમાં મોરબી બેઠક (Morbi Seat) પાટીદારોનું ગઢ માનવામાં આવે છે. આ વખતે ભાજપે કેંગ્રેસી બળવાખોર બ્રિજેશ મેરજાને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે જયંતી પટેલને ટિકિટ આપી છે.

મોરબી બેઠક પર રસાકસી જંગ જોવા મળી રહ્યો છે. મોરબી બેઠક (Morbi Seat)પાટીદારોનો ગઢ છે. મોરબીમાં ભાજપે આયાતી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે જેને કારણે સ્થાનિક ભાજપમાં રોષ જોવા મળી રહ્યો છે.

મોરબી-માળિયા-મિયાણા વિધાનસભા બેઠકમાં 2,55,971 મતદારો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજા 3419 મતથી જીત્યા હતા. મોરબી શહેરમાં મતદાન ઘટશે તો ભાજપને સીધી અસર થઇ શકે છે.

આ પણ વાંચોઃ લઘુમતી વર્ચસ્વવાળી Abdasa seat પર કોંગ્રેસનો દબદબો,10થી 7 ચૂંટણી જીતી

બ્રિજેશ મેરજાના પક્ષપલટાથી ગામડાઓમાં અસર

બ્રિજેશ મેરજાના પક્ષપલટાથી ગામડાઓમાં અસર જોવા મળી રહી છે. શહેરમાં મતદારોને રીઝવવામાં ભાજપ સફળ થશે તો ફાયદો થઇ શકે છે. ભાજપના ઉમેદવાર સામે મોરબી બેઠક પર મતદારોનો રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલ સ્થાનિક ઉમેદવાર અને પાટીદારોમાં વર્ચસ્વ ધરાવે છે.

1962થી 2017 સુધી મોરબીમાં 13 વખત ચૂંટણી

1962થી 2017 સુધી મોરબી બેઠક (Morbi Seat) પર 13 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઇ છે. જેમાં ભાજપે 6 વખત અને કોંગ્રેસે 5 વખત જીત મેળવી છે. 1967માં સ્વતંત્ર પાર્ટીની ટિકિટ ઉપર વીવી મહેતાનો વિજય થયો હતો જ્યારે 1990માં અપક્ષ ઉમેદવાર બાબુભાઇ પટેલ 14208 મતોથી ચૂંટણી જીત્યા હતા.

મોરબીમાં 70 હજાર પાટીદાર, 40 હજાર લઘુમતી મતદાર

મોરબી માળિયા વિધાનસભા બેઠક (Morbi Seat)પર પાટીદારોનું પ્રભુત્વ રહ્યુ છે. આ બેઠકમાં 2,70,906 મતદારો છે, જેમાં 1,41,583 પુરૂષ અને 1,29,322 સ્ત્રી મતદારો નોંધાયા છે. આ બેઠક પર પાટીદારોના 70 હજાર મતદાર છે. 40 હજાર લઘુમતીઓના મત છે.

જાતિ મુજબ વાત કરીએ તો 20 હજાર સથવારા, 25,000 હરિજન- કોળી, 7 હજાર જૈન, 8 હજાર લોહાણા, 9 હજાર બ્રાહ્મણ, 10 હજાર આહિર, 11 હજાર લુહાર, સુથાર અને દરજી, 8 હજાર ભરવાડ-રબારી, 8 હજાર ક્ષત્રિય, 8 હજાર વ્યાસ, મોચી અને સિંધી, 5 હજાર સોની અને પ્રજાપતિની વસ્તી ધરાવતા મતદારો છે.

આ પણ વાંચોઃલઘુમતી વર્ચસ્વવાળી Abdasa seat પર કોંગ્રેસનો દબદબો,10થી 7 ચૂંટણી જીતી

મોરબી (Morbi Seat)ના સ્થાનિક મુદ્દા

મોરબીમાં રોડ, રસ્તા, શુદ્ધ પાણી, સાફ સફાઇ, શિક્ષણ, બાગ બગીચા સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. મોરબીને એક સમયે પેરિસ તરીકે ઓળખવામાં આવતુ હતું પણ મોરબી શહેરના રસ્તા ગામડાથી પણ ખરાબ હોવાનો સ્થાનિકો આક્ષેપ મુકી રહ્યા છે.

મોરબીનો સીરામિક અને ઘડિયાળ ઉદ્યોગ વિદેશમાં પણ જાણીતો છે. મોરબીનો સીરામિક ઉદ્યોગ 154 દેશમાં પોતાનો માલ સપ્લાય કરે છે. આ સીરામિક ઉદ્યોગની કેટલીક અપેક્ષા સરકાર પાસે આવનાર ધારાસભ્ય પાસે રહેલ છે.

ભાજપના ઉમેદવારે કરવો પડે છે વિરોધનો સામનો

ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજેશ મેરજાએ રાજ્યસભાની ચૂ્ંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ હતું અને ભાજપમાં જોડાઇ ગયા હતા.

કોણ છે કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલ?

મોરબી માળીયા બેઠક (Morbi Seat) પર કોંગ્રેસે જયંતી પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જંતીભાઇ મોરબી જિલ્લાના બરવાળાના છે. તે મોરબીના જાણીતા ઉદ્યોગપતિ તરીકેની છાપ ધરાવે છે અને હાલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

જયંતી પટેલ છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. અત્યાર સુધી તે 5 વખત મોરબી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા છે. જેમાં એક વખત અપક્ષ અને ચાર વખત કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડ્યા છે.

જોકે, તમામ વખતે તેઓએ હારનો સામનો કરવો પડ્યો છે. વર્ષ 1990, 1995, 2002 અને 2007માં કોંગ્રેસ પક્ષમાંથી તેમજ 1997માં અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા. જોકે, આ વખતે બળવો કરી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા બ્રિજેશ મેરજાએ લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે જેને કારણે મતદારોનો મૂડ કોની તરફ જોવા મળે છે તે તો 10 નવેમ્બરે ચૂંટણી પરિણામ પછી જ ખબર પડશે.

આ પણ વાંચોઃ કાંધલ જાડેજાની મુશ્કેલીમાં વધારો, પેન્ડિંગ 15 કેસો હાઇકોર્ટમાં ઝડપથી ચાલશે

13 વર્ષમાં બે વાર ભાજપ એક વખત કોંગ્રેસની જીત

           વર્ષ         વિજયી ઉમેદવાર           પક્ષ

  • 2007-    કાંતિલાલ અમૃતિયા-       ભાજપ
  • 2012-     કાંતિલાલ અમૃતિયા-       ભાજપ
  • 2017-     બ્રિજેશ મેરજા-                કોંગ્રેસ