Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > BREAKING : રમણ પાટકરનો બફાટ, કોંગ્રેસના MLAને ઓછું ફંડ આપ્યાનો સ્વીકાર

BREAKING : રમણ પાટકરનો બફાટ, કોંગ્રેસના MLAને ઓછું ફંડ આપ્યાનો સ્વીકાર

0
112

કપરાડા : ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઇને ચૂંટણી પ્રચારમાં જ્યારે કપરાડાથી CM રૂપાણી સભા સંબોધન કરવા ગયા હતાં. એ જ સમયે વન અને આદિજાતિપ્રધાન રમણ પાટકરે CM રૂપાણીની હાજરીમાં જ બફાટ કર્યો હતો. તેઓએ કોંગ્રેસના MLAને ઓછું ફંડ આપ્યાનો સ્વીકાર કરતા જણાવ્યું કે, “જીતુભાઇ કોંગ્રેસમાં હતા એટલે ઓછાં પૈસા અપાતા હતાં. ઓછા પૈસા આપતા એટલે ઓછો વિકાસ થતો હતો. જીતુભાઇ કોંગ્રેસમાં હતા ત્યારે તેમને કામ કરવામાં અગવડતા પડતી હતી. જીતુભાઇ વચન ન હોતા પૂરા કરી શકતા. હવે આ વિસ્તારનો વિકાસ થશે. બીજા પૈસા અમારે સંગઠનમાં આપવા પડતા.”

અત્રે ઉલ્લેખનીય છે કે, પેટાચૂંટણીને લઇ CM વિજય રૂપાણી કપરાડા પહોંચ્યા છે. જ્યાં તેઓએ સભા સંબોધી હતી. ત્યારે વન અને આદિજાતિપ્રધાન રમણ પાટકરે CM રૂપાણીની હાજરીમાં જ કોંગ્રેસના MLAને ઓછું ફંડ આપ્યા હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. અહીં સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં. જ્યાં તેઓએ કોંગ્રેસની હાર નિશ્ચિત છે તેવો દાવો કર્યો છે.

CM રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, “કોંગ્રેસના નેતાઓ પર લોકોને વિશ્વાસ જ નથી. કોંગ્રેસને કાયમી માટે દફનાવવાની છે. દેશ અને ગુજરાતમાં કોંગ્રેસ તૂટી ગઇ છે. કોંગ્રેસ માત્ર વિરોધનું નાટક કરે છે. શંકરસિંહે 13 MLA સાથે કોંગ્રેસ છોડી હતી. હવે 8 ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી છે. કોંગ્રેસે માત્ર ગંદુ રાજકારણ કરવું છે. કોંગ્રેસથી કંટાળીને જીતુભાઇ ચૌધરી ભાજપમાં જોડાઇ ગયા છે. પેટાચૂંટણી બાદ પણ કોંગ્રેસ તૂટવાની છે. ગુજરાતમાં પહેલી વાર કોંગ્રેસ નથી તૂટી. કોંગ્રેસના નેતાઓ ગાંડા થઇ ગયા છે.”