Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > પેટાચૂંટણી : મોરબી તેમજ ધારી બેઠકમાં અનુક્રમે 12 અને 11 ઉમેદવારો વચ્ચે મેદાન એ જંગ

પેટાચૂંટણી : મોરબી તેમજ ધારી બેઠકમાં અનુક્રમે 12 અને 11 ઉમેદવારો વચ્ચે મેદાન એ જંગ

0
85
  • સોમવારના રોજ પેટાચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી
  • મોરબી અને ધારી વિધાનસભા બેઠકના ઉમેદવારોને લઇ ચિત્ર સ્પષ્ટ થયું
  • મોરબી અને ધારી વિધાનસભા બેઠકમાં અનુક્રમે 12 અને 11 ઉમેદવારો મેદાને

રાજકોટ : ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ગઇ કાલે સોમવારના રોજ પેટાચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી. ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠક અને ધારી વિધાનસભા બેઠકમાં અનુક્રમે 12 અને 11 ઉમેદવારો મેદાનમાં રહેશે એવું ચિત્ર સ્પષ્ટ થયું છે. (gujarat by election 2020)

મોરબીમાં 8 અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતાં અને ધારી બેઠકમાં એક જ ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચ્યુ હતું. ફોર્મ પરત ખેંચાયા બાદ મોરબી બેઠકમાં ભાજપના બ્રિજેશ મેરજા, કોંગ્રેસના જયંતિલાલ પટેલ, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇન્કલાબ-એ-મિલ્લતના ભટ્ટી હુસેન મહત્વના ઉમેદવારો રહ્યાં છે. જ્યારે ધારી બેઠકમાં ભાજપના જે.વી કાકડિયા, કોંગ્રેસમાંથી સુરેશ કોટડીયા, કપિલભાઈ વેગડા વાય જે જેપી, ભુપતભાઈ ઊનાવા વીપીપી અને કાનજીભાઈ અઘેરા આરજેસીપી વગેરે પક્ષીય ઉમેદવારો મેદાને રહ્યાં છે.આ પણ વાંચો: મ્યુનિ. પ્લોટ, 200 મી.નો રસ્તો તથા ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ પર બુલડોઝર

અત્રે નોંધનીય છે કે, મોરબી-માળીયા વિધાનસભા બેઠકમાં 8 અપક્ષ ઉમેદવારોએ પોતાની દાવેદારી પરત ખેંચી લીધી હતી. માટે હવે ભાજપ-કોંગ્રેસ સહિત કુલ 12 ઉમેદવારો વચ્ચે મોરબી પેટાચૂંટણીનો જંગ ખેલાશે. જ્યારે આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, એક સ્થાનિક પક્ષ તેમજ 9 અપક્ષના ઉમેદવારો ચૂંટણી લડવા મેદાને આવ્યાં છે. (gujarat by election 2020)

જ્યારે ધારી વિધાનસભાની બેઠકમાં ભાજપ-કોંગ્રેસ સહિત 5 રાજકીય પક્ષો અને અપક્ષ મળીને કુલ 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. નોંધનીય છે કે, હાલમાં કુલ 5 રાજકીય પક્ષો તેમજ 7 અપક્ષ મળીને કુલ 11 ઉમેદવારો મેદાને છે. (gujarat by election 2020)

આ પણ વાંચો: સેટેલાઈટમાં વોક કરવા નીકળેલી લેડી આર્કિટેક્ટની ટપલી મારી છેડતી: એક્ટિવા ચાલક ફરાર