Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING : પક્ષપલટું નેતાઓ સામે પરેશ ધાનાણીનો કટાક્ષ : ‘રૂ.૧૬-૧૬ કરોડમાં કોણ-કોણ વેચાયું?’

BREAKING : પક્ષપલટું નેતાઓ સામે પરેશ ધાનાણીનો કટાક્ષ : ‘રૂ.૧૬-૧૬ કરોડમાં કોણ-કોણ વેચાયું?’

0
140

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઇ કેટલાંક નેતાઓએ પક્ષપલટો કરતા નેતાઓ સામે નારાજગી જોવા મળી રહી છે. આ અંગે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કર્યું છે. પરેશ ધાનાણીએ “સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ” નામે #ગદ્દાર_જયચંદો_જવાબ_આપો હેશટેગ સાથે પક્ષપલટો કરનારા નેતાઓ પર પ્રહાર કર્યાં છે. પરેશ ધાનાણીએ #ગદ્દાર_જયચંદો_જવાબ_આપો હેશટેગ સાથે સવાલ કરતા લખ્યું છે કે, “રૂ.૧૬-૧૬ કરોડમાં કોણ-કોણ વેચાયું?” જેવાં સવાલ કર્યા છે.

આ સિવાય વધુમાં પરેશ ધાનાણીએ સવાલ કરી કટાક્ષ કરતા એમ પણ લખ્યું કે, “અમે “‘નેતા'” સમજીને ચુંટ્યા પછી, તમે “ભવાઈ”નું પાત્ર કેમ ભજવ્યુ.?” જેવાં સવાલો સાથે આકરા પ્રહાર કર્યા. ત્યારે તેમના આ સવાલોને લઇ વળતા જવાબમાં પરેશ ધાનાણીના આરોપો પર કપરાડાના ઉમેદવાર જીતુ ચૌધરીએ પલટવાર કરતા જણાવ્યું કે, “કોંગ્રેસે પણ આયાતીને ટિકિટ આપી છે. કોઇ જ આર્થિક સોદો નથી. કોંગ્રેસ પાસે કોઇ મુદ્દો નથી.”

અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં પેટાચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ-કોંગ્રેસ બન્ને પાર્ટીના નેતાઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે. અમરેલી-ધારી વિધાનસભાની પેટાચૂંટણીને લઈને મામલો ગરમાયો છે. ત્યારે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતનું સ્ફોટક નિવેદન સામે આવી રહ્યું છે. પ્રતાપ દુધાતે જે.વી કાકડિયાને જયચંદ ગણાવ્યા હતાં. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા 8 ધારાસભ્યોએ પૈસાનો વેપાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. પૂર્વ ધારાસભ્ય જે.વી કાકડિયાએ પૈસા લીધા હોવાનો આરોપ મૂકતા રાજકીય વર્તુળોમાં હડકંપ મચી ગયો હતો. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે જે.વી કાકડિયા પર આક્ષેપ મૂકતા જણાવ્યું હતું કે, “તેમણે 16 કરોડ લીધાં છે.” જેથી 16 કરોડ લીધાં હોવાનો જે.વી કાકડિયા પર આક્ષેપ મુકતા બન્ને નેતાઓ ખૂલીને સામસામે આવી ગયા છે. જો કે, આ આરોપ પછી પ્રતાપ દૂધાતે જણાવ્યું કે, “મને નોટીસ આપી હોવાનું જાણવા મળ્યું છે પણ મને નોટીસ મળી નથી.”