Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, ‘લવ જેહાદ’ સહિતના બિલ રજૂ થશે

આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, ‘લવ જેહાદ’ સહિતના બિલ રજૂ થશે

0
50

ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે આ વખતે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર એક માર્ચથી શરૂ થશે. 24 દિવસો સુધી ચાલનારા આ બજેટ સત્રમાં લવ જેહાદ સિવાય અન્ય અનેક બિલો રજૂ કરવામાં આવશે. જ્યારે કેન્દ્રીય કૃષિ કાયદાને લઈને આ બજેટ સત્ર તોફાની બનવાના અણસાર છે. Gujarat Budget Session

આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સદનને સંબોધન કરશે, જે બાદ બજેટ સત્રની શરૂઆત થશે. આજે ગૃહમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર 3 દિવસ ચર્ચા કરવામાં આવશે. Gujarat Budget Session

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવતી કાલે જાહેર થશે, જે બાદ 3 માર્ચે નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના નાણાં મંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે. નીતિન પટેલ 9મીં વખત વિધાનસભામાં અંદાજ પત્ર રજૂ કરશે. આ બજેટ સત્રમાં માંગો પર ચર્ચા માટે 12 દિવસ ફાળવવામાં આવી શકે છે. આ બજેટ સત્રમાં જ કેગનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે. Gujarat Budget Session

આ પણ વાંચો: CMના પત્ની અંજલિ રૂપાણીએ લીધી કોરોના વૅક્સિન, ભાટની એપોલો હોસ્પિટલમાં મૂકાવી રસી Gujarat Budget Session

કોરોના મહામારીને જોતા વિધાનસભામાં મુલાકાતીઓના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. જ્યારે મંત્રીઓ, ધારાસભ્યો, અધિકારીઓ અને પત્રકારોને કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. જેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે, તેમને જ વિધાનસભામાં પ્રવેશ આપવામાં આવશે. વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે સોશિયલ ડિસ્ટન્ટ જળવાય, તે માટે બેઠક વ્યવસ્થામાં ખાસ ફેરફાર કરવામાં આવ્યા છે. Gujarat Budget Session

જણાવી દઈએ કે, ગુજરાતમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે. આ માટે ખાસ મોબાઈલ એપ્લેકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. જેના પર બજેટનું જીવંત પ્રસારણ પણ નિહાળી શકાશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat