Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કેબિનેટ મંત્રી સહિત ભાજપના ધારાસભ્યોને અધિકારીઓ ગાંઠતા નહીં હોવાનો ઘટસ્ફોટ

કેબિનેટ મંત્રી સહિત ભાજપના ધારાસભ્યોને અધિકારીઓ ગાંઠતા નહીં હોવાનો ઘટસ્ફોટ

0
85
  • વિરોધ પક્ષના ધારાસભ્યોને તો સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ જ અપાતા નથીGujarat Budget Session

  • કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સહિત 10 ધારાસભ્યોની GADમાં ફરિયાદ

ગાંધીનગર: રાજયમાં થતાં સરકારી કાર્યક્રમોમાં જે તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્યોનો પ્રોટોકોલ જાળવવામાં આવતો નહીં હોવાનો ધડાકો વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં પૂછાયેલાં પ્રશ્નના જવાબમાં થયો છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, સરકારી તંત્ર અને અધિકારીઓ દ્વારા વિરોધ પક્ષના ધારાસભ્યોને તો સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ જ અપાતા નથી તે તો ઠીક છે. પરંતુ અધિકારીઓ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યોને પણ ગણકારતાં નહીં હોવાની ફરિયાદ સામાન્ય વહીવટ વિભાગ (GAD) સમક્ષ થઇ છે. જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભાજપના કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયા તથા અન્ય આઠ જેટલાં ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ ફરિયાદોના પગલે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સંબંધિતોને પ્રોટોકોલ જાળવવા જણાવ્યું હોવા છતાં અધિકારીઓને ધારાસભ્યોના માન-સન્માન અને પ્રોટોકોલ સાથે કોઇ જ લેવા દેવા ન હોય તે પ્રમાણેનું વર્તન કરી રહ્યાં છે. છતાં સરકાર કોઇ નક્કર પગલાં લેતી નહીં હોવાનું ધાનાણીએ આક્ષેપ કર્યો છે.Gujarat Budget Session

લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મરે પ્રોટોકોલ ભંગ થયાની ફરિયાદ સંબંધે વિધાનસભાના તારાંકિત પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન કર્યો હતો કે રાજયમાં થતા સરકારી કાર્યક્રમો જે તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્યોને કેવા પ્રકારનો પ્રોટોકોલ આપવાની જોગવાઇ છે તે અંગે તેનો મુખ્યમંત્રી તરફથી અપાયેલા જવાબમાં જણાવ્યું છે કે, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તેમ જ ભારત સરકાર દ્વારા આ બાબતે સમયાંતરે વિવિધ ઠરાવો-પરિપત્રો કરવામાં આવ્યા છે.Gujarat Budget Session

આ પણ વાંચો: રાજયમાં IAS તથા IPS ની 30 ટકા કરતાં વધારે જગ્યાઓ ખાલીખમ

આ ઉપરાંત બેઠક વ્યવસ્થા સંદર્ભે Warrant Of Precedence બહાર પાડવામાં આવી છે. છેલ્લાં બે વર્ષમાં પ્રોટોકોલ ભંગ બદલની 10 ફરિયાદો આવી છે. જેમાં લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરની બે ફરિયાદો આવી છે. આ ઉપરાંત કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયા, બાયડના ધારાસભ્ય જશુભાઇ પટેલ, પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ મંત્રી કુંવરજી બાવળિયા, પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ, છોટા ઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, ચોટીલાના ધારાસભ્ય રૂત્વિક મકવાણા અને ધારાસભ્ય પુંજાભાઇ વંશની ફરિયાદો આવી હતી. આ ફરિયાદોમાં પરિપત્રોની અમલવારી નિયમાનુસાર થાય તે માટે જણાવ્યું છે. તેમ જ પ્રોટોકોલ ભંગ ન થાય તે માટે કાર્યવાહી કરવા ઉપરાંત સરકારી પ્રોટોકોલ જળવાય અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તેની તકેદારી રાખવા જણાવાયું છે.Gujarat Budget Session

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat