Gujarat Exclusive > The Exclusive > ગુજરાત વિધાનસભા-સચિવાલય સંકુલમાં કોરોના વકર્યો, વૅક્સિન લીધા છતાં MLA મોહન ઘોડિયા સંક્રમિત

ગુજરાત વિધાનસભા-સચિવાલય સંકુલમાં કોરોના વકર્યો, વૅક્સિન લીધા છતાં MLA મોહન ઘોડિયા સંક્રમિત

0
90
  • બજેટ સત્ર દરમિયાન એક મંત્રી અને 4 ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત
  • કેબિનેટ મંત્રી ફળદુ અને દિલીપ ઠાકરોના પર્સનલ સેક્રેટરી કોરોના પોઝિટિવ
  • CM રૂપાણીના અંગત સચિવને પણ કોરોનાનો ચેપ Gujarat Budget Session 2021

ગાંધીનગર: ગુજરાતમાં ફરીથી એક વખત જીવલેણ કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના વધતા જતાં કેસ વચ્ચે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે ધારાસભ્યો અને મંત્રીઓ સહિત સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયા છે. જેમાં મહૂવાના ધારાસભ્ય મોહન ઢોડિયા કોરોનાથી સંક્રમિત થતાં તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. Gujarat Budget Session 2021

મહૂવા વિધાનસભા બેઠક પરના ધારાસભ્ય મોહન ઢોડિયાએ પોતાના સંપર્કમાં આવેલા લોકોને હોમ આઈસોલેશનમાં જવા અને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. ઢોડિયાએ 13 માર્ચે જ કોરોના વૅક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ સાથે જ પલસાણા તાલુકાના કણાવ સ્વાસ્થ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ મધુ ઈજના મોરે અને ગંગાધરા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ પૂનમ વલવી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આ બન્ને મેડિકલ ઑફિસરો કોરોના વિરોધી રસીનો ડોઝ લીધા બાદ સંક્રમિત થતાં ચિંતા વધી ગઈ છે.

આ પણ વાંચો: અનોખો વિરોધ: સુરતમાં જિમ સંચાલકો અને ફિટનેસ ટ્રેનર્સે મનપા કચેરી બહાર કરી કસરત Gujarat Budget Session 2021

ધારાસભ્ય મોહન ઢોડિયા કોરોના વિરોધી રસીનો ડોઝ લીધા બાદ વિધાનસભામાં આવ્યા જ નહતા. આ સિવાય ડાંગના ધારાસભ્ય વિજય પટેલને પણ કોરોનાના લક્ષણો જણાંતા તેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આમ સમગ્ર બજેટ સત્ર દરમિયાન સહકાર મંત્રી ઈશ્વર પટેલ, ધારાસભ્ય બાબૂભાઈ પટેલ, શૈલેષ મેહતા અને હવે મોહન ઢોડિયા પણ કોરોનાથી સંક્રમિત થતાં ધારાસભ્યો અને અધિકારીઓમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ સચિવાલયમાં કામ કરતાં 5 નાયબ સચિવો કોરોનાથી સંક્રમિત થયા હતા. જે બાદ આજે વધુ અધિકારીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત સચિવ નિરજ પાઠક, કૃષિ મંત્રી આરસી ફળદુના અંગત સચિવ મહેશ લાડ અને શ્રમ રોજગાર મંત્રી દિલીપ ઠાકોરના અંગત સચિવ ધર્મજીત યાજ્ઞિક કોરોનાથી સંક્રમિત થયા છે Gujarat Budget Session 2021

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat