Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING: ભાજપ પેટાચૂંટણી જીતવા ગુંડાઓને શરણેઃ પરેશ ધાનાણી

BREAKING: ભાજપ પેટાચૂંટણી જીતવા ગુંડાઓને શરણેઃ પરેશ ધાનાણી

0
72

કરજણઃ કરજણમાં પેટાચૂંટણીમાં પ્રચાર દરમિયાન વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ભાજપ ચૂંટણી જીતવા માટે ગુંડાઓના શરણે (Gujarat-BJP-Paresh dhanani)પહોંચી ગઈ છે. તેણે જેલમાંથી ગુંડાઓને જામીન પર છોડાવ્યા છે. આ ગુંડાઓની મદદથી ભાજપ લોકોને ડરાવી અને ધમકાવી રહ્યું છે.

સામાન્ય પ્રજાને હેરાન કરી રહ્યુ છે અને ત્રાહિમામ પોકરાવી રહ્યું છે. તેમણે આ સંદર્ભમાં ભાજપના સમર્થનથી ઉતરેલા અબડાસાના અપક્ષ ઉમેદવારનો ઉલ્લોખ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે આ ઉમેદવાર વાસ્તવમાં એક ગુનેગાર છે, રાજસ્થાન પોલીસ તેને શોધી રહી છે અને ગુજરાત પોલીસ તેને બચાવીને લાવી છે.

આ પણ વાંચોઃ BREAKING : રમણ પાટકરનો બફાટ, કોંગ્રેસના MLAને ઓછું ફંડ આપ્યાનો સ્વીકાર

ભાજપ આ રીતે ગુનેગારોને છાવરી રહ્યુ છે અને તેનો પ્રચારમાં ઉપયોગ કરી રહ્યું છે. ભાજપ વિવિધ બેઠકો પર પ્રચારોમાં પણ આ ગુનેગારોને
લાવે છે.

આ સિવાય ચૂંટણી પછી કોંગ્રેસ તૂટશે તેવા સીએમના પ્રહારની સામે અર્જુન મોઢવાડિયાએ વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ચૂંટણી પછી કોંગ્રેસ વધારે મજબૂત બનશે. કોંગ્રેસ આ પહેલા પણ જ્યારે તૂટી છે ત્યાર તેમાંથી તે વધુ મજબૂત બનીને બહાર આવી છે.