Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ભરી સભામાં ભાજપ નેતાએ ભાંગરો વાટ્યો, કોંગ્રેસને મત આપવાની કરી અપીલ

ભરી સભામાં ભાજપ નેતાએ ભાંગરો વાટ્યો, કોંગ્રેસને મત આપવાની કરી અપીલ

0
80
  • રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રીની અપીલથી રાજકારણ ગરમાયું Gujarat BJP Leader

પાટણ: ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિત રાજ્યની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન સંપન્ન થઈ ગયું છે, ત્યારે હવે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે પાટણમાં યોજાયેલી સભામાં બફાટ કરતાં કોંગ્રેસને મત આપવાની અપીલ કરી હતી. આ અંગેની વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. Gujarat BJP Leader

28 ફેબ્રુઆરીએ પાલિકા અને પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે તેના પ્રચાર માટે ભાજપ નેતા અને રાજ્યના શ્રમ રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે પાટણના ધધાણામાં જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, “ક્યાંક ઉપર-નીચે કરવા જશો, તો માઁ ખોડિયાર તેમને માફ નહીં કરે. તેમણે જનમેદનીને અપીલ કરી હતી કે, બન્ને કમળના ઉમેદવારોને મત આપો, નહીં તો કોંગ્રેસને મત આપજો.” Gujarat BJP Leader

આ પણ વાંચો: ભાજપમાં પેજ પ્રમુખની રણનીતિનો પરપોટો ફૂટ્યો! ધાર્યા પ્રમાણે વોટિંગ જ ના થયું Gujarat BJP Leader

અલ્પેશ ઠાકોરની હાજરીમાં દિલીપ ઠાકોરે કોંગ્રેસને મત આપવાની અપીલ કરતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તેમના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.  

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat