Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ‘સરદાર પટેલ અને સુભાષ બાબુની જોડી હોત, તો અત્યારે દેશની પરિસ્થિતિ કંઈક જુદી જ હોત’

‘સરદાર પટેલ અને સુભાષ બાબુની જોડી હોત, તો અત્યારે દેશની પરિસ્થિતિ કંઈક જુદી જ હોત’

0
74

Netaji Birth Anniversary: નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિ (Subhash Chandra Bose Jayanti) નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat CM) વિજય રૂપાણી (Vijay Rupani) અને ગુજરાત ભાજપના અધ્યક્ષ (Gujarat BJP Chief) સી.આર.પાટીલ (CR Patil) દ્વારા બારડોલીના હરિપુરા ગામ ખાતે ‘પરાક્રમ દિવસ’ની (Parakram Diwas) ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (CR Patil) જણાવ્યું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝના (Subhash Chandra Bose) કાર્ય ના આધારે તેમના જન્મદિનને “પરાક્રમ દિવસ” (Parakram Diwas) તરીકે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો: રાજસ્થાનમાં સૌથી મોટી IT રેડ, ₹ 1700 કરોડની બેનામી સંપત્તિનો પર્દાફાશ

ટેક્નોલોજીના ઉપયોગ વિના ફક્ત રેડિયોના માધ્યમથી સમગ્ર ભારતમાં “તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા” અને “જય હિન્દ” ના નારાને સમગ્ર ભારતમાં ગુંજતો કર્યો હતો. જે આજે પણ લોકોને યાદ છે. મહિલાઓ માટે સ્વતંત્રતાની ચળવળ માટે પોતાની રેજિમેન્ટ શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી પદ તરીકે આઝાદી સમયે સરદાર પટેલ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની (Subhash Chandra Bose) જોડી હોત, તો આજે ભારતની પરિસ્થિતિ અલગ હોત અને પાકિસ્તાન મુદ્દે પણ કડક પગલાં લેવાતા.

પાટિલે જણાવ્યું કે, સુભાષચંદ્ર બોઝ (Subhash Chandra Bose) જ્યારે પ્રથમ વખત હરિપુર કોંગ્રેસના અધિવેશનમાં આવ્યા હતા, ત્યારે સરદાર સાહેબે 51 બળદગાડાનો રથ જોડવામાં આવ્યો હતો. આવી જ રીતે આજે પણ 51 જોડી બળદ ગાડા જોડીને મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીં આવ્યા છે. તેનો સીધો સંદેશ છે કે, દેશને સ્વતંત્રતા અપાવા માટે સુભાષ બાબુએ કોઈજ પાછી પાની ન કરી અને જરૂરી બધાંજ આક્રમક પગલાં ભર્યા. આજ રીતે દેશમાં PM મોદી અને પ્રદેશમાં CM રૂપાણી વિકાસ માટે આક્રમક પગલાં ભરશે. અને દેશના લોકોની સ્વતંત્રતા માટે કટિબદ્ધ છીએ.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9