Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નોકરી માટે ગુજરાત આશાનું કિરણ બન્યું: મુખ્યમંત્રી રુપાણી

નોકરી માટે ગુજરાત આશાનું કિરણ બન્યું: મુખ્યમંત્રી રુપાણી

0
65

ગાંધીનગર: કોરોના કાળમાં વિશ્વ આખુ થંભી ગયું છે અને મોટા ભાગના વિવેચકો જે વિવેચન કરે છે કે હજારો લાખો લોકોની નોકરી કોરોના કાળમાં ગઇ છે. નોકરી વિહોણા થઇ ગયા છે અને નોકરી માટે ગુજરાત આશાનું કિરણ બન્યું છે. સીએમ રુપાણીએ જણાવ્યું કે આજે સરકારના પાંચ વર્ષ પુરા થઇ રહ્યા છે ત્યારે સેવાયજ્ઞના છઠ્ઠા દિવસે સરકારનું લક્ષાંક પંચાસ હજાર યુવાનોને નોકરી આપવાનું હતું તેના બદલે 62 હજાર યુવાનોને નોકરી મળી રહી છે. કોરોનાના કપરા કાળમાં ગુજરાત લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી છે (તકની ધરતી છે) અહી આવીને તક પ્રાપ્ત કરીને યુવાનો નવી ઉડાન ભરી શકે તે રીતે આ ગુજરાતની વ્યવસ્થા છે. પંડિત દિન દયાળ ઉપાધ્યાયના“હર હાથ કો કામ અને હર ખેત કો પાનીના” ઉદેશથી રાજય સરકાર કામ કરી રહી છે.

આજે રોજગાર મેળામાં 62 હજાર યુવાનોને નોકરી પ્રાપ્ત થઇ રહી છે તે દરેક યુવાનને મુખ્યમંત્રીએ શુભકામના પાઠવતા વધુમાં કહ્યું હતું કે, ગત કોર્પોરેશનની ચૂંટણી અને પંચાયતની ચૂંટણીમાં કોગ્રેસના લોકોને પ્રજાએ બેકાર કરી દીધા છે અને આ બેકારો અત્યારે રાડુ પાડે છે તેમને બેકાર પ્રજાએ કર્યા છે તેમા અમે કશુ ન કરી શકીએ. પ્રજા હવે તેમને જાણી ગઇ છે. ગુજરાત તો હવે આગળ વધી રહ્યું છે.

ભારતીય જનતા પાર્ટી અખબારી યાદીમાં જણાવ્યુ છે કે મેગા જોબ ફેર અને નિમણુંક પત્રના વિતરણનો સુરતના સરસાણા ખાતે યોજાયો હતો જેમા મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના હસ્તે 60 હજારથી વધુ યુવકોને રોજગાર નિમણુક પત્ર આપવામાં આવ્યા. સાથે રોજગારી માટેના વેબ પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન “અનુબંધમ” નું લોકાર્પણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે જણાવ્યું કે, નાના-મોટા રોજગાર મેળા કદાચ આખા દેશમાં અલગ-અલગ રાજયમાં થતા હોય પણ જે રીતે આવા ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરવું તે પણ સફળતા પુર્વક ટાર્ગેટ પુરો કરી અને 20 ટકા વધારો કરવો તે ગુજરાતમાં શકય છે

સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું કે આખા દેશમાંથી કોઇ રાજયમાં સૌથી વધુ બહારથી આવીને લોકો કામ કરતા હશે તેમાં ગુજરાત રાજય સૌથી મોખરે છે. જે રીતે કોરોના પછી સરકારે લોકોને બસ અને ટ્રેન મારફતે તેમના વતન જવાની વ્યવસ્થા કરી તે આખા દેશમાં કોઇ રાજયએ નથી કરી. અને આ જ બતાવે છે કે લોકો ગુજરાતમાં શા માટે આવે છે કામ મળે છે અને તેમને સંતોષ મળે છે. અને સરકારની અલગ અલગ યોજનાથી લોકોને લાભ મળે છે તે અંત્યત મહત્વનું છે.

આ કાર્યક્રમમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, ગુજરાતનો વિકાસ દર આખા દેશમાં અગત્યનો છે. રોજગારી માટે સરકારે જે રીતે નીતી બનાવી છે તેના કારણે મુડીરોકાણ આવે છે અને તેના કારણે રોજગારીની તકો વધે છે. કારણકે સરકારની નીતી લોકોને આકર્ષે છે. ઉદ્યોગનીતીના કારણે ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઓ આપણે ત્યા આવી રહી છે.

જે રીતે ગુજરાતની અંદર MSME 30 લાખ જેટલી છે અને સવા લાખ કરોડ લોકોને રોજગારી આપે છે. મુખ્યમંત્રીએ દેશમાં પહેલી વખત પહેલા પ્રોડકશન અને પછી પરમીશન આ નીતી સાથે MSME પોલિસી બહાર પાડી છે. રાજયમાં નાના લોકો નવા વિચાર લઇને આવે તો તેને પ્રોત્સાહીત કરવાનું ચાલુ કર્યુ અને એના કારણે ગુજરાત સ્ટાર્ટઅપની અંદર દેશમાં પ્રથમ સ્થાને છે. સોલર પોલીસ અને કચ્છની ધરતી પર 70 હજાર હેકટર ઉપર દુનિયાનું સૌથી મોટુ સોલર પાર્ક 30 હજાર મેગા વોટનું કામ શરૂ કર્યુ અને 2030 સુધીમાં પુરુ થશે અને સવા લાખ રૂપિયાનું મુડીરોકણ આવશે જેનાથી રોજગારી વધશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat