Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ગેંગના વોન્ટેડ શૂટર હરેશ ગોસ્વામીને ગુજરાત ATS એ ઝડપી પાડ્યો

અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ગેંગના વોન્ટેડ શૂટર હરેશ ગોસ્વામીને ગુજરાત ATS એ ઝડપી પાડ્યો

0
688

અમદાવાદ: અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ગેંગનો વોન્ટેડ શૂટર હરેશ ગોસ્વામીને ગુજરાત ATSએ ઝડપી લીધો છે. ગુજરાત ATSએ હરેશ ગોસ્વામી અમદાવાદના વસ્ત્રાલમાં છુપાયો હોવાની બાતમી મળતાં ઓપરેશન પાર પાડયુ હતું. આરોપી વસ્ત્રાલમાં બહેનના ઘરે આવ્યો હતો પણ લોકડાઉન જાહેર થતા ફસાયો હતો. રાજન ગેંગના રાજેશ ખન્ના અને હરેશએ લૂંટ અને ધાડના અનેક ગુનાને અંજામ આપ્યો છે. લૂંટના સુરત, ભિલાડ,સેલવાસ અને મુંબઈના અનેક ગુનામાં હરેશ વોન્ટેડ હતો.

ATSએ આપેલી જાણકારી મુજબ, રાજન ગેંગના હરેશ અને રાજેશ ખન્ના ઉર્ફ સલીમએ 2011માં સુરતમાં 80 લાખના ડાયમંડની લૂંટ, 2018માં મુંબઈના માનખુર્દ રેલ્વે સ્ટેશન પર ફાયરિંગ કરી રેલ્વેના રૂ. 17 લાખની લૂંટ કરી હતી. આ ઉપરાંત હરેશએ સરમદ ખલીલબેગ ઉર્ફ કાળુ સાથે મળીને 2017માં ભિલાડ ચેક પોસ્ટના રૂ.1.17 કરોડની લૂંટ, 2018માં ભિલાડના નાહોલી ગામે પરિવારને બંધક બનાવી રૂ.22 લાખની લૂંટ ચલાવી હતી. 2018માં સેલવાસમાં હરેશએ સોની વેપારીની ફોરચ્યુનર કાર પર ફાયરિંગ કરી લૂંટની કોશિષ કરી હતી.

હરેશ ગોસ્વામી,રાજેશ ખન્ના વચ્ચે ગાઢ મિત્રતા હતી. હરેશના પિતા શિવપુરી ગોસ્વામી મૂળ જૂનાગઢના ઉનના વતની હતા. તેઓ વસ્ત્રાલમાં પરિવાર સાથે સ્થાયી થયા હતા. હરેશની માતાનું પિયર મુંબઈ હતું. હરેશનો જન્મ પણ મુંબઈમાં થયો હતો.હરેશ અને તેના ભાઈઓ મુંબઈમાં સ્થાયી થયા હતા.

ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી અને ઈન્ચાર્જ એસપી ATS દીપન ભદ્રનએ જણાવ્યું હતું કે, આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાયો છે કે નહીં તે અંગે તપાસ ચાલુ છે. ATSના પીઆઈ જે.એન.ગોસ્વામીએ જંણાવ્યું કે,હરેશ વસ્ત્રાલમાં છુપાયાની વિગત મળતા તેણે ઝડપી લીધો છે.આગળની તપાસ ચાલી રહી છે.

કોરોના દર્દીઓની સારવારને લઈ હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો