Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ગેંગનાં બે સાગરીત રાજેશ ખન્ના અને કાલુ હમામને ગુજરાત ATS એ ઝડપી પાડ્યાં

અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ગેંગનાં બે સાગરીત રાજેશ ખન્ના અને કાલુ હમામને ગુજરાત ATS એ ઝડપી પાડ્યાં

0
1646

અમદાવાદઃ ગુજરાત ATSએ અંડર વર્લ્ડ ડોન છોટા રાજન ગેંગના બે સાગરીત રાજેશ ખન્ના અને કાળુ હમામને ઝડપી રૂ.7 કરોડની લૂંટનો ભેદ ઉકેલ્યો છે. વલસાડની IIFL કંપનીની લૂંટના આ કેસમાં આરોપીઓ પાસેથી રૂ.70 લાખની રોકડ જમા લેવામાં આવી છે. ગુજરાત ATSએ રાજનગેંગના ગઢમાં ગાબડું પાડી બે દિવસ અગાઉ હરેશ ગોસ્વામી અને બાદમાં વધુ બે સાગરીતોને ઝડપી લીધાં છે.

વલસાડનાં ચાણોદ વાપી સેલવાસ રોડ પર આવેલી IIFL (ઈન્ડિયા ઇન્ફોલાઈન ફાઈનાન્સ લિમિટેડ) કંપનીમાં જાન્યુઆરી, 2020માં કંપનીના કર્મચારીઓને રિવોલ્વર,નાળિયેર કાપવાના છરથી બંધક બનાવીને ડરાવી ધમકાવીને સ્ટ્રોંગરૂમનો દરવાજો ખોલાવીને રોકડ અને દાગીના મળી રૂ.7 કરોડની લૂંટ ચલાવી હતી. ATS ને આ ગુનામાં સંતોષ નાયક ઉર્ફ રાજેશ ખન્નાને કર્ણાટક અને સરમત બેગ ઉર્ફે કાળુ હમામને નાલાસોપારા મુંબઈથી ઝડપ્યો હતો.

આરોપીની તપાસમાં લૂંટનો ભેદ ખુલ્યો બંને પાસેથી રૂ.70 લાખની રોકડ કબ્જે લીધી હતી. રાજેશ ખન્ના પાર હત્યા, લૂંટ, મારામારીનાં સાતથી વધુ ગુના છે. ડોન છોટા રાજનનાં કહેવાથી દાઉદ ગેંગનાં ક્યુમ કુરેશી અને ઇકબાલ ફટુરાની હત્યા રાજેશ ખન્નાએ કરી હતી. કાળુ હમામ વિરુદ્ધ લૂંટ, મારામારી, MLA ની હત્યા, ગેરકાયદેસર જમીન હડપવાના 12 જેટલા ગુણ દાખલ થયેલા છે. કાળુ હમામે દાઉદ ગેંગના ઈશારે 1993માં ખેતવાદીનાં MLA પ્રેમકુમાર શર્માની હત્યા કરી હોવાનો ગુનો તેની પર નોંધાયેલો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત ATSએ આ અગાઉ પણ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ગેંગનો વોન્ટેડ શૂટર હરેશ ગોસ્વામીની પણ ધરપકડ કરી હતી. તે અમદાવાદનાં વસ્ત્રાલમાં છુપાયો હોવાની બાતમી મળતાં ઓપરેશન પાર પાડયું હતું. આરોપી વસ્ત્રાલમાં બહેનનાં ઘરે તે આવ્યો હતો પણ લોકડાઉન જાહેર થતા ફસાયો હતો. રાજન ગેંગનાં રાજેશ ખન્ના અને હરેશે લૂંટ અને ધાડનાં અનેક ગુનાઓને અંજામ આપ્યો છે. લૂંટનાં સુરત, ભિલાડ, સેલવાસ અને મુંબઈનાં અનેક ગુનાઓમાં હરેશ વોન્ટેડ હતો.

કોરોના વાઈરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ગેંગના વોન્ટેડ શૂટર હરેશ ગોસ્વામીને ગુજરાત ATS એ ઝડપી પાડ્યો