Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > દાઉદના ખાસ શરીફ ખાનના સાગરીતની ગુજરાત ATSએ કરી ધરપકડ

દાઉદના ખાસ શરીફ ખાનના સાગરીતની ગુજરાત ATSએ કરી ધરપકડ

0
748

ATSને આજે બીજા દિવસે પણ મોટી સફળતા મળી છે. ગતરોજ છોટા રાજન ગેંગ સાથે સંકળાયેલાં અને કરોડો રૂપિયાની લૂંટના ખૂંખાર આરોપી હરેશ ગોસ્વામીની ધરપકડ કરી હતી ત્યારે આજ રોજ દાઉદના ઈશારે કામ કરતાં શરીફ ખાનનાં સાગરીત મુંબઈના બાબુ સોલંકીની ગાંધીનગર અડાલજ પાસેથી ધરપકડ કરી છે.

આજરોજ ગુજરાત એટીએસને બીજી મોટી સફળતા મળી છે. એટીએસને મળેલ બાતમીના આધારે બાબુ સોલંકી શરીફ ખાનનો સાગરિત છે. અને શરીફ ખાન એ દાઉદના ઈશારે કામ કરતો હતો. આમ બાબુ સોલંકીની ધરપકડથી ગુજરાત ATSને સતત બીજા દિવસે મોટી સફળતા મળી છે.

વર્ષ 2006માં ખંડણી મુદ્દે શરીફ ખાન અને વહાબ ગેંગ સામ સામે આવી હતી. અને આ મામલામાં પણ બાબુ સોલંકી વોન્ટેડ આરોપી હતી. 10 કરોડ રૂપિયા કઢાવવા માટે બાબુ સોલંકીએ 3 કરોડની ખંડણી લીધી હતી. ISI એજન્ટ સાબિરમીયા સિપાઈની મદદથી રૂપિયા કઢાવવાના હતા. પણ સાબિરમીયાની ધરપકડ બાદ બાબુ સોલંકી ફરાર થયો હતો. બાબુ સોલંકી દાઉદના ઈશારે કામ કરતાં શરીફ ખાનનો સાગરીત છે. શરીફ ખાન સામે ફણ નાર્કોટિક્સ, હથિયારો, ખૂન અને ખંડણીના અસંખ્ય ગુનાઓ નોંધાયેલાં છે.

સઉદી અરબમાં આવતીકાલે ઉજવવામાં આવશે ઈદ